૯૨ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
पुनः स एवं विमृशति पुद्गलेन किल संयोगस्तदपेक्षा मरणादयस्तद्व्यथाः कथं
परिह्रियन्त इति । पुद्गलेन देहात्मना मूर्तद्रव्येण सह किल आगमे श्रूयमाणो जीवस्य
सम्बन्धोऽस्ति । तदपेक्षाश्च पुद्गलसंयोगनिमित्ते जीवस्य मरणादयो मृत्युरोगादयः सम्भवन्ति ।
तद्यथा मरणादयः सम्भवन्ति । मरणादिसम्बन्धिन्यो बाधाः । कथं ? केन भावनाप्रकारेण मया
परिह्रियन्ते । तदभिभवः कथं निवार्यत इत्यर्थः । स्वयमेव समाधत्ते —
ભાવાર્થ : — દેહાદિના સંબંધને લીધે સંસારમાં પ્રાણીઓને અનેક દુઃખ ભોગવવાં પડે
છે. માટે જીવે તે દેહાદિ સાથેની એકતા – બુદ્ધિને સર્વથા છોડવી જોઈએ, અર્થાત્ મન – વચન –
કાયનું આલંબન છોડવું જોઈએ અને સ્વસન્મુખ થઈ એવા પરિણામ કરવા જોઈએ, કે જેથી
મન – વચન – કાયનું અવલંબન છૂટી આત્મા અવિકારી થાય અને છેવટે આત્માના પ્રદેશોનું
પરિસ્પંદન પણ અટકી જાય.
જ્યાં સુધી શરીર – મન – વાણીમાં આત્મબુદ્ધિ છે, ત્યાં સુધી સંસારની પરંપરા ચાલુ રહે
છે, પરંતુ મન – વચન – કાય આત્માથી ભિન્ન છે, એવા ભેદવિજ્ઞાનના અભ્યાસથી મુક્તિની
પ્રાપ્તિ થાય છે. ૨૮.
વળી, તે આવી રીતે વિચારે છેઃ —
પુદ્ગલ (શરીરાદિ મૂર્ત દ્રવ્ય) સાથે ખરેખર (જીવનો) સંયોગ છે. તેની અપેક્ષાવાળાં
મરણાદિ અને તેનાં દુઃખો કેવી રીતે દૂર કરી શકાય? પુદ્ગલ સાથે એટલે શરીર સાથે –
મૂર્તદ્રવ્ય સાથે – જીવનો સંબંધ આગમમાં સાંભળવામાં આવે છે. તેના કારણે એટલે પુદ્ગલના
સંયોગનિમિત્તે જીવને મરણાદિ અર્થાત્ મરણ – રોગાદિ સંભવે છે. તેને જેમ મરણાદિ સંભવે
છે, તેમ મરણાદિસંબંધી બાધાઓ (દુઃખો) પણ સંભવે છે; તો કેવી રીતે – ક્યા પ્રકારની
ભાવનાથી મારે તે (દુઃખાદિ) પરિહરવાં? અર્થાત્ તેનું આક્રમણ (હુમલો) કેવી રીતે નિવારી
શકાય? એવો અર્થ છે.
સ્વયં જ તેનું સમાધાન કરે છેઃ —
फि र भावना करनेवाला सोचता है कि पुद्गल – शरीरादिकरूपी मूर्तद्रव्यके साथ
जैसा कि आगममें सुना जाता है, जीवका सम्बन्ध है। उस सम्बन्धके कारण ही जीवका
मरण व रोगादिक होते हैं, तथा मरणादि सम्बन्धी बाधायें भी होती हैं । तब इन्हें कैसे
व किस भावनासे हटाया जावे ? वह भावना करनेवाला स्वयं ही समाधान कर लेता
है कि —