૯૪ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
ज्वरादिविकारात् मम व्यथा स्यात्तथा बालाद्यवस्थो नाहमस्मि, ततः कथं बालाद्यवस्थाप्रभवैः
दुखैरभिभूयेय अहमिति सामर्थ्यादत्र दृष्टव्यम् । तर्हि क्व मृत्युप्रभृतीनी स्युरित्याह — एतानि
मृत्युव्याधिबालादीनि पुद्गले मूर्त्ते देहादावेव सम्भवन्ति । मूर्तधर्मत्वादमूर्ते मयि तेषां
नितरामसम्भवात् ।
જ્વરાદિ વિકારોથી મને વ્યથા (પીડા) કેમ હોય? તથા હું બાલાદિ અવસ્થાવાળો નથી. તેથી
બાલાદિ અવસ્થાઓથી ઉત્પન્ન થતાં દુઃખોથી હું કેવી રીતે ઘેરાઉં? (કેવી રીતે દુઃખી થાઉં?)
એમ સામર્થ્યથી અહીં સમજવું.
પૂછે છે — ત્યારે મૃત્યુ વગેરે શામાં હોય છે? એ મૃત્યુ, વ્યાધિ, બાલાદિ
(અવસ્થાઓ) પુદ્ગલમાં એટલે મૂર્ત શરીરાદિમાં જ સંભવે છે. કારણ કે તેઓ મૂર્ત પદાર્થોના
ધર્મો હોવાથી, અમૂર્ત એવા મારામાં તેમનો બિલકુલ સંભવ નથી.
ભાવાર્થ : — જે જીવને પોતાના ચિદાનંદ સ્વરૂપનો નિશ્ચય થઈ ગયો છે, તેને
(સમ્યગ્દ્રષ્ટિને) દ્રવ્યપ્રાણના ત્યાગરૂપ મરણનો ભય હોતો નથી, કારણ કે તે નિઃશંક છે કે
શરીરનો (પર્યાયદ્રષ્ટિએ) નાશ થાય છે. પરંતુ ચિત્શક્તિલક્ષણાત્મક જ્ઞાનદર્શનરૂપ ભાવપ્રાણનો
કદી પણ નાશ થતો નથી. તેને મરણનો ભય નથી, તો મરણના કારણભૂત કૃષ્ણ સર્પાદિનો
ક્યાંથી ભય હોય? ન જ હોય.
વળી, તેને વાત – પિત્ત – કફની વિષમતાથી (અસમાનતાથી) ઉત્પન્ન થતા વ્યાધિઓનો
પણ ડર હોતો નથી. કારણ કે તે જાણે છે કે તેમનો સંબંધ મૂર્ત પદાર્થો (શરીરાદિ) સાથે
છે. આત્મા સાથે નથી; તેથી જ્વરાદિની પીડા તેને કેમ હોય? ન જ હોય.
વળી બાલ, વૃદ્ધાદિ અવસ્થાઓ પુદ્ગલની છે. આત્માની નથી; તેથી તે અવસ્થાઓથી
ઉત્પન્ન થતાં દુઃખોનું વેદન પણ તેને કેમ હોય? ન જ હોય.
મૃત્યુ, વ્યાધિ તથા બાલ વૃદ્ધાદિ અવસ્થાઓ પુદ્ગલ – મૂર્ત શરીરાદિમાં જ હોઈ શકે
છે. કારણ કે તે બધા મૂર્તિમાન પુદ્ગલના ધર્મો છે. જીવ તો અમૂર્તિક ચેતન છે. તેમાં તે
ધર્મો કદાપિ પણ હોઈ શકે નહિ. ૨૯.
है, तब ज्वर आदि विकारोंसे मुझे व्यथा तकलीफ कैसी ? उसी तरह मैं बाल – वृद्ध आदि
अवस्थावाला भी नहीं हूँ । तब बाल – वृद्ध आदि अवस्थाओंसे पैदा होनेवाले दुःखों-क्लेशोंसे
मैं कैसे दुःखी हो सकता हूँ ? अच्छा यदि मृत्यु वगैरह आत्मामें नहीं होते, तो किसमें
होते हैं ? इसका जवाब यह है कि ‘एतानि पुद्गले’ ये मृत्यु-व्याधि और बाल-वृद्ध आदि
दशाएँ पुद्गल-मूर्त शरीर आदिकोंमें ही हो सकती हैं । कारण कि ये सब मूर्तिमान पदार्थोंके
धर्म हैं । मैं तो अमूर्त हूँ, मुझमें वे कदापि नहीं हो सकतीं ।