કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૯૫
भूयोऽपि भावक एव स्वयमाशङ्कते — तर्ह्येतान्यासाद्य मुक्तानि पश्चात्तापकारीणि
भविष्यन्तीति यद्युक्तनीत्या भयादयो मे न भवेयुस्तर्हि एतानि देहादिवस्तुन्यासाद्य
जन्मप्रभृत्यात्मीयभावेन प्रतिपद्य मुक्तानीदानीं भेदभावनावष्टम्भान्मया त्यक्तानि ।
चिराभ्यस्ताभेदसंस्कारवशात्पश्चात्तापकारीणि किमितींमानि मयात्मीयानि त्यक्तानीत्यनुशयकारीणि
मम भविष्यन्ति ।
भुक्तोज्झिता मुहुर्मोहान्मया सर्वेऽपिपुद्गलाः ।
उच्छिष्टेष्विव तेष्वद्य मम विज्ञस्य का स्पृहा ।।३०।।
ફરીથી ભાવક (ભાવના કરનાર) જ સ્વયં આશંકા કરે છે. ત્યારે પ્રાપ્ત કરીને છોડી
દીધેલી તે (શરીરાદિ વસ્તુઓ) પશ્ચાત્તાપકારી બનશે; અર્થાત્ જો ઉક્ત નીતિ અનુસાર મને
ભયાદિ ન હોય, તો એ દેહાદિ વસ્તુઓને પ્રાપ્ત કરીને – એટલે જન્મથી માંડીને તેમને
આત્મીય ભાવે સ્વીકારીને – હવે મેં છોડી દીધી અર્થાત્ ભેદભાવનાના બળથી મેં ત્યજી દીધી;
તો તે દેહાદિ વસ્તુઓ, ચિરકાલના અભ્યસ્ત અભેદ (એકત્વબુદ્ધિના અભ્યાસના) સંસ્કારને
લીધે શું પશ્ચાત્તાપકારી બનશે? અર્થાત્ પોતાની માની લીધેલી તે વસ્તુઓને મેં છોડી દીધી,
તેથી શું તે (વસ્તુઓ) મને પશ્ચાત્તાપજનક થઈ પડશે?
અહીં ભાવક સ્વયં જ પ્રતિષેધનો વિચાર કરી કહે છે —
‘ના, એમ બની શકશે નહિ,’ કારણ કેઃ —
મોહે ભોગવી પુદ્ગલો, કર્યો, સર્વનો ત્યાગ,
મુજ જ્ઞાનીને ક્યાં હવે, એ એંઠોમાં રાગ? ૩૦.
फि र भी भावना करनेवाला खुद शंका करता है, कि यदि कही हुई नीतिके अनुसार
मुझे भय आदि न होवे न सही, परन्तु जो जन्मसे लगाकर अपनाई गई थी और भले
ही जिन्हें मैंने भेद-भावनाके बलसे छोड़ दिया है; ऐसी देहादिक वस्तुएँ चिरकालके अभ्यस्त-
अभेद संस्कारके वशसे पश्चात्ताप करनेवाली हो सकती हैं, कि ‘अपनी इन चीजोंको मैंने
क्यों छोड़ दिया ?’
भावक-भावना करनेवाला स्वयं ही प्रतिबोध हो सोचता है कि नहीं, ऐसा हो सकता
है, कारण कि —
सब पुद्गलको मोहसे, भोग भोगकर त्याग ।
मैं ज्ञानी करता नहीं, उस उच्छिष्टमें राग ।।३०।।