કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૯૭
अत्राह शिष्यः । अथ कथं ते निबध्यन्त इति । अथेति प्रश्ने केन प्रकारेण पुद्गला
जीवेन नियतमुपादीयन्त इत्यर्थः ।
गुरुराह —
कर्म कर्महिताबन्धि जीवोजीवहितस्पृहः ।
स्व - स्वप्रभावभूयस्त्वे स्वार्थं को वा न वाञ्छति ।।३१।।
ભાવાર્થ : — જ્ઞાની વિચારે છે કે જેમ કોઈ ભોજનાદિ પદાર્થોને સ્વયં ભોગવીને છોડી
દે અને છોડી દીધેલા ઉચ્છિષ્ટ (એંઠા) પદાર્થોને ફરીથી ભોગવવા ઇચ્છે નહિ, તેમ અવિદ્યાના
સંસ્કારવશે અનાદિકાળથી અનેકવાર ભોગવીને છોડી દીધેલા પદાર્થોને હવે — જ્ઞાની
થયાથી — હું ભોગવવા ઇચ્છતો નથી અર્થાત્ તે ભોગો પ્રતિ હવે તેને સ્પૃહા જ થતી નથી.
અહીં આચાર્યે ‘સર્વ પુદ્ગલોને મેં વારંવાર ભોગવ્યાં અને છોડી દીધાં’ — એમ જ
કહ્યું છે તે વ્યવહારનયનું કથન છે, કારણ કે જે પરદ્રવ્ય છે તે ગ્રહી શકાતું નથી તથા છોડી
શકાતું નથી. એવો જ કોઈ તેનો (આત્માનો) પ્રાયોગિક (પરનિમિત્તથી થએલો) તેમ જ
વૈસ્રસિક (સ્વાભાવિક) ગુણ છે.’* ૩૦.
અહીં શિષ્ય કહે છે કે — ‘તે પુદ્ગલો કેવી રીતે બંધાય છે? એટલે કે જીવ દ્વારા
પુદ્ગલો શા માટે અને ક્યા પ્રકારે હંમેશા બંધને પ્રાપ્ત થતાં રહે છે?
ગુરુ કહે છેઃ —
કર્મ કર્મનું હિત ચહે, જીવ જીવનો સ્વાર્થ,
સ્વ પ્રભાવની વૃદ્ધિમાં, કોણ ન ચાહે સ્વાર્થ. ૩૧.
यहाँ पर शिष्य कहता है कि वे पुद्गल क्यों बँध जाते हैं ? अर्थात् जीवके द्वारा
पुद्गल क्यों और किस प्रकारसे हमेशा बन्धको प्राप्त होते रहते हैं ?
आचार्य उत्तर देते हुए कहते हैं : —
कर्म कर्महितकार है, जीव जीवहितकार ।
निज प्रभाव बल देखकर, को न स्वार्थ करतार ।।३१।।
*જે દ્રવ્ય છે પર તેહને ન ગ્રહી ન છોડી શકાય છે,
એવો જ તેનો ગુણ કો પ્રાયોગી ને વૈસ્રસિક છે.
(શ્રી સમયસાર ગુ. આવૃત્તિ ગાથા ૪૦૬)