૧૦૦ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
स्वस्योपकारकं वस्तु को न वाञ्छति, सर्वोप्यभिलषतीत्यर्थः । ततो विद्धि कर्माविष्टो जीवः
कर्मसञ्चिनोतीति ।
તેથી જાણ કે કર્માવિષ્ટ (કર્મથી બંધાયેલો) જીવ કર્મોનો સંચય કરે છે (નવાં કર્મ
ગ્રહણ કરે છે).
ભાવાર્થ : — આ જીવને અનાદિ કાળથી કર્મ સાથે સંબંધ છે. પૂર્વસંચિત કર્મના
ઉદયકાળે જીવ જો પોતાનું આત્મસ્વરૂપ ભૂલી કર્મના ઉદયમાં જોડાય અર્થાત્ તેમાં આત્મબુદ્ધિ
કરે તો જૂનાં કર્મ – નવા કર્મના આસ્રવમાં નિમિત્ત થાય છે. જ્યારે જીવ કર્મોદયમાં જોડાય
છે. ત્યારે કર્મની બળજોરી છે એમ કહેવાય છે, પણ જ્યારે જીવ કર્મવિપાકને એકતાબુદ્ધિએ
ભોગવતો નથી, ત્યારે જૂનાં કર્મનો ઉદય નવા કર્મ – બંધમાં નિમિત્ત થતો નથી. તે સમયે એમ
કહેવાય કે જીવના બળવાન પુરુષાર્થ આગળ કર્મનું કાંઈ ચાલતું નથી.
કર્મ તો જડ છે. તેને તો સુખ – દુઃખ નહિ હોવાથી હિત – અહિત હોતું નથી, પણ
જીવના હીનાધિક પુરુષાર્થની અપેક્ષાએ તે બળવાન કે બળહીન કહેવાય છે. જીવના વર્તમાન
પુરુષાર્થ ઉપર જ કર્મના બળનું માપ વ્યવહારે અંકાય છે. કર્મનો જ્યારે સંચય થાય છે ત્યારે
કર્મ પોતાનું હિત ઇચ્છે છે, એમ કહેવાય છે. તે જડ હોવાથી તેને ચાહના કે ઇચ્છા હોતી
નથી. કર્મ કર્મનું હિત ઇચ્છે છે એટલે કર્માવિષ્ટ જીવ કર્મનો સંચય કરે છે – એવો ટીકાકારનો
કહેવાનો ભાવ છે.
જ્યારે આ જીવ સ્વ – સ્વરૂપનું ભાન કરી, પરથી હઠી સ્વસન્મુખ તરફનો પુરુષાર્થ
જેમ જેમ વધારતો જાય છે, તેમ તેમ તેનું (જીવન) બળ વધતું જાય છે અને કર્મનું
નિમિત્તપણું તૂટતું જાય છે. એ સમયે જીવની સબળતા થઈ અને કર્મની નિર્બળતા થઈ; એમ
કહેવામાં આવે છે.+
જ્યારે જીવ સ્વસ્વરૂપથી ચ્યુત થઈ પર તરફનું – કર્મ, નિમિત્તાદિ તરફ – વલણ કરી
પરની સાથે એકતાબુદ્ધિરૂપ ઊંધો પુરુષાર્થ કરે છે, ત્યારે તે કર્મને સ્વયં વશ થઈ જાય છે.
એ સમયે જીવની નિર્બળતા છે અને કર્મની તે કાળે સબળતા છે, એમ કહેવામાં આવે છે.
अपने माहात्म्यके प्रभावके बढ़ने पर स्वार्थको अपनी-अपनी उपकारक वस्तुको कौन नहीं
चाहता ? सभी चाहते हैं ।।३१।।
+ચેતન જો નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ,
વર્તે નહિ નિજભાનમાં, કર્તા કર્મ પ્રભાવ.....૭૮
[શ્રીમદ્ રાજચન્દ્ર કૃત – ‘આત્મસિદ્ધિ’.......૭૮]