૧૦૨ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
ટીકા : — અવિદ્યાના વશે પરના એટલે કર્મના અથવા શરીરાદિકના કરવામાં
આવતા ઉપકારનો, વિદ્યાના (સમ્યક્જ્ઞાનના) અભ્યાસથી ત્યાગ કરી, તું પ્રધાનપણે પોતાનો
(આત્માનો) અનુગ્રહ (ઉપકાર) કરવામાં તત્પર થા. શું કરતો (તું)? ઉપકાર કરતો. કોનો?
પરનો અર્થાત્ સર્વથા પોતાનાથી બાહ્ય (ભિન્ન) દેખાતા તથા ઇન્દ્રિયો દ્વારા અનુભવમાં
આવતા શરીરાદિનો (ઉપકાર કરતો); કારણ કે (તું) કેવો છે? તું અજ્ઞાની – તત્ત્વોનો અજાણ
છે. કોની માફક? લોકોની માફક. જેમ (અજ્ઞાની) લોક જ્યાં સુધી પરને પરરૂપ નથી
જાણતો, ત્યાં સુધી તેનો ઉપકાર કરે છે, પરંતુ તેને તત્ત્વથી જાણ્યા પછી (અર્થાત્ સ્વને
સ્વ – રૂપ અને પરને પરરૂપ જાણ્યા પછી) તેનો ઉપકાર કરવો છોડી દે છે અને પોતાનો
ઉપકાર કરવા તત્પર થાય છે, તેમ તું પણ તત્પર થા (અર્થાત્ તત્ત્વજ્ઞાની બની આત્મોપકાર
કરવા તું તત્પર થા) — એવો અર્થ છે.
ભાવાર્થ : — અજ્ઞાનને લીધે અજ્ઞાની જીવ જ્યાં સુધી કર્મ તથા શરીરાદિને પરરૂપ
નથી જાણતો, ત્યાં સુધી તે તેનું ભલું કરવાની — તેના ઉપર ઉપકાર કરવાની વૃત્તિ કરે છે,
પરંતુ જ્યારે તેને ભેદવિજ્ઞાનના બળે સ્વ – પરની ભિન્નતા ભાસે છે અર્થાત્ તે સ્વને સ્વ –
રૂપ અને પરને પરરૂપ જાણે છે, ત્યારે તેને પર ઉપર ઉપકાર કરવાનો ભાવ છૂટી જાય
टीका — परस्य कर्मणो देहादेर्वा अविद्यावशात् क्रियमाणमुपकारं विद्याभ्यासेन
त्यक्त्वात्मानुग्रहप्रधानो भव त्वं । किं कुर्वन्सन् ? उपकुर्वन् ! कस्य, परस्य सर्वथा स्वस्माद्वाह्यस्य
दृश्यमानस्येन्द्रियैरनुभूयमानस्य देहादेः । किं विशिष्टो यतस्त्वं ? अज्ञस्तत्त्वानभिज्ञः ।
किंवल्लोकवत् । यथा लोकः परं परत्वेनाजानंस्तस्योपकुर्वन्नपि तं तत्त्वेन ज्ञात्वा तदुपकारं त्यक्त्वा
स्वोपकारपरो भवत्येवं त्वमपि भवेत्यर्थः ।।३२।।
विशदार्थ — पर कहिये कर्म अथवा शरीरादिक, इनका अविद्या-अज्ञान अथवा
मोहके वशसे जो उपकार किया जाता रहा है, उसे विद्या सम्यग्ज्ञान अथवा वीतरागताके
अभ्याससे छोड़कर प्रधानतासे अपने (आत्माके) उपकार करनेमें तत्पर हो जाओ । तुम
सर्वथा अपने (आत्मा)से बाह्य इन्द्रियोंके द्वारा अनुभवमें आनेवाले इन शरीरादिकोंकी रक्षा
करना आदि रूप उपकार करनेमें लगे हुए हो । इसलिए मालूम पड़ता है कि तुम अज्ञ
(वस्तुओंके वास्तविक स्वरूपसे अजान) हो । सो जैसे दुनियाके लोग जब तक दूसरेको
दूसरे रूपमें नहीं जानते, तब तक उनका उपकार करते हैं । परन्तु ज्यों ही वे अपनेको
अपना और दूसरेको दूसरा जानते हैं, उनका (दूसरोंका) उपकार करना छोड़कर अपना
उपकार करनेमें लग जाते हैं । इसी प्रकार तुम भी तत्त्वज्ञानी बनकर अपनेको स्वाधीन
शुद्ध बनाने रूप आत्मोपकार करनेमें तत्पर हो जाओ ।।३२।।