કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૧૦૩
છે અને તે સ્વસન્મુખ થઈ પોતાના આત્મા ઉપર ઉપકાર કરવા ઉદ્યમશીલ બને છે.
શ્રી પૂજ્યપાદાચાર્યે ‘સમાધિતંત્ર’ શ્લોક ૩૧માં કહ્યું છે કેઃ —
‘આ શરીર જડ છે. તે સુખ-દુઃખને કાંઈ જાણતું નથી, છતાં મૂઢબુદ્ધિ – બહિરાત્મા
તેનામાં નિગ્રહ – અનુગ્રહબુદ્ધિ (અપકાર – ઉપકારબુદ્ધિ) કરે છે.૧
આ જીવ, વસ્તુસ્વરૂપથી અજાણ હોવાથી પોતાના આત્માથી સર્વથા ભિન્ન શરીરાદિનું
કાંઈ કરી શકતો નથી, તોપણ અજ્ઞાનથી તેની રક્ષા કરવા આદિરૂપ ઉપકાર કરવાના વિકલ્પમાં
લાગ્યો રહે છે; માટે આચાર્યનો તેને ઉપદેશ છે કે, ‘અવિદ્યાનો ત્યાગ કરી તત્ત્વજ્ઞાની બન અને
ઉપકાર કરવાનો વિકલ્પ છોડી શુદ્ધાત્મા બનવારૂપ આત્મોપકાર કર.’
અહીં, શિષ્ય કહે છે — કઈ રીતે તે બંને વચ્ચેનો ભેદ જણાય? અર્થાત્ કયા ઉપાયથી
સ્વ – પરનો ભેદ જણાય? તે ભેદ જાણનારને શું (લાભ) થાય? એવો અર્થ છે.
આચાર્ય કહે છેઃ —
ગુરુ – ઉપદેશ, અભ્યાસ ને, સંવેદનથી જેહ,
જાણે નિજ – પર ભેદને, વેદે શિવ – સુખ તેહ. ૩૩.
अथाह शिष्यः, कथं तयोर्विशेष इति केनोपायेन स्वपरयोर्भेदो विज्ञायेत । तद्धि ज्ञातुश्च
किं स्यादित्यर्थः ।
गुरुराह —
गुरुपदेशादभ्यासात्संवित्तेः स्वपरान्तरम् ।
जानति यः स जानाति मोक्षसौख्यं निरन्तरम् ।।३३।।
यहाँ पर शिष्य कहता है कि किस उपायसे अपने और परमें विशेषता (भेद) जानी
जाती है, और उसके जाननेवालेको क्या होगा ? किस फलकी प्राप्ति होगी ? आचार्य कहते
हैं —
गुरु उपदेश अभ्याससे निज अनुभवसे भेद ।
निज पर को जो अनुभवे, लहै स्वसुख वेखेद ।।३३।।
१न जानन्ति शरीराणिं सुख – दुःखान्यबुद्धयः ।
निग्रहानुग्रहघियं तथाप्यत्रैव कुर्वते ।।६१।।
[समाधितन्त्र, श्री पूज्यपादाचार्यः ]