કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૧૦૫
તેનો જ – આત્માનો જ અનુભવ કરતાં કરતાં આ આત્મા ઉત્કૃષ્ટ એકાગ્રતાને પ્રાપ્ત કરે
છે અને વાણીને અગોચર (વાણીથી કહી શકાય નહિ તેવો) આત્માધીન આનંદ અનુભવે છે.
ભાવાર્થ : — જે, ગુરુ એટલે ધર્માચાર્ય — તેમના ઉપદેશ અને શાસ્ત્રાભ્યાસના નિમિત્તે
આત્મસંવેદનથી સ્વ – પરના ભેદવિજ્ઞાનનો વારંવાર અભ્યાસ કરે છે, તે આત્માને પરથી ભિન્ન
અનુભવે છે અને મોક્ષસુખનો નિરંતર સ્વાદ લે છે, કારણ કે મોક્ષસુખનો અનુભવ કર્મો
આદિથી આત્માને ભિન્ન અનુભવ કરનારને જ હોય છે, બીજાને નહિ.
પરથી ભિન્ન આત્માનો સતત અનુભવ કરનારને જ આત્મસ્વરૂપમાં ઉત્કૃષ્ટ સ્થિરતા
(એકાગ્રતા) પ્રાપ્ત થાય છે અને તે વચનાતીત અતીન્દ્રિય આત્માધીન આનંદ અનુભવે છે. ૩૩.
પછી શિષ્ય પૂછે છે — તે બાબતમાં કોણ ગુરુ છે? અર્થાત્ મોક્ષ સુખના અનુભવના
વિષયમાં કોણ ગુરુ છે?
ગુરુ કહે છેઃ —
નિજ હિત અભિલાષી સ્વયં, નિજ હિત નેતા આત્મ,
નિજ હિત પ્રેરક છે સ્વયં, આત્માનો ગુરુ આત્મ. ૩૪.
‘तमेवानुभवंश्चायमैकाग्रयं षरमृच्छति ।
तथात्माधीनमान्न्दमेति वाचामगोचरम्’ ।।१७०। इत्यादि
अथ शिष्यः पृच्छति — कस्तत्र गुरुरिति तत्र मोक्षसुखानुभवविषये ?
गुरुराह —
स्वस्मिन्सदभिलाषित्वादभीष्टज्ञापकत्वतः ।
स्वयं हित[तं ]प्रयोक्तृत्वादात्मैव गुरुरात्मनः ।।३४।।
उस आत्माका अनुभवन करते हुए यह आत्मा, उत्कृष्ट एकाग्रताको प्राप्त कर लेता
है, और इसी तरह मन तथा वाणीके अगोचर अथवा वचनोंसे भी न कहे जा सकनेवाले
स्वाधीन आनन्दको प्राप्त कर लेता है ।।३३।।
आगे शिष्य पूछता है कि मोक्ष-सुखके अनुभवके विषयमें कौन गुरु होता है ? आचार्य
कहते हैं —
आपहिं निज हित चाहता, आपहि ज्ञाता होय ।
आपहिं निज हित प्रेरता, निज गुरु आपहि होय ।।३४।।