કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૧૦૭
ઉપાય મારે (આત્માએ) સેવવા યોગ્ય છે એવો બોધ કરતો હોવાથી તથા સ્વયં મોક્ષસુખના
ઉપાયમાં સ્વને (આત્માને) પ્રયુક્ત કરતો (યોજતો) હોવાથી, ‘આ સુદુર્લભ મોક્ષસુખના
ઉપાયમાં, હે દુરાત્મન્ આત્મા! તું સ્વયં આજ સુધી પ્રવૃત્ત થયો નહિ’ એ રીતે ત્યાં
(ઉપાયમાં) અપ્રવૃત્ત આત્માને પ્રવર્તાવનાર હોવાથી (આત્મા જ આત્માનો ગુરુ છે).
ભાવાર્થઃ — મોક્ષસુખનો અભિલાષી આત્મા સ્વયં આત્માનો ગુરુ છે, કારણ કે તે
સ્વયં જ પોતાનું કલ્યાણ ઇચ્છે છે, તે સ્વયં પોતાને મોક્ષના ઉપાયનો બોધ કરે છે અને સ્વયં
પોતાને મોક્ષસુખના ઉપાયમાં યોજે છે (લગાવે છે).
શ્રી સમાધિતંત્ર શ્લોક* ૭૫માં કહ્યું છે કેઃ —
‘આત્મા જ આત્માને જન્મ – મરણરૂપ સંસારમાં ભ્રમણ કરાવે છે અને આત્મા જ
આત્માને નિર્વાણ પ્રતિ લઈ જાય છે, માટે નિશ્ચયથી આત્મા જ આત્માનો ગુરુ છે, બીજો
કોઈ ગુરુ નથી.’
અહીં શિષ્ય આક્ષેપ કરી કહે છે — ‘‘એ રીતે અન્યની ઉપાસના પ્રાપ્ત થતી નથી,
અર્થાત્ હે ભગવન્! ઉક્ત નીતિ અનુસાર પરના ગુરુપણાનો+ અભાવ થતાં, મુમુક્ષુને
बोधकत्वात् । तथाहि ते मोक्षसुखोपाये स्वयं स्वस्य प्रयोक्तृत्वात् । अस्मिन् सुदुर्लभे मोक्षसुखोपाये
दुरात्मन्नात्मन्स्वयमद्यापि न प्रवृत्तः इति । तत्रावर्त्तमानस्यात्मनः प्रवर्त्तकत्वात् ।
अथ शिष्यः साक्षेपमाह । एवं नान्योपास्तिः प्राप्नोतीति भगवन्नुक्तनीत्या परस्यगुरुत्वे
चाहिए । इसी तरह अपने आपको मोक्ष-उपायमें लगानेवाला भी वह स्वयं हो जाता है, कि
इस सुदुर्लक्ष मोक्ष सुखोपायमें हे दुरात्मन् आत्मा ! तुम आज तक अर्थात् अभी तक भी
प्रवृत्त नहीं हुए । इस प्रकार अभी तक न प्रवर्तनेवाले आत्माका प्रवर्तक भी हुआ करता
है । इसलिये स्वयं ही आत्मा अपने कल्याणका चाहनेवाला, अपनेको सुखोपाय बतलानेवाला
और सुखोपायमें प्रवृत्ति करनेवाला होनेसे अपना गुरु है ।।३४।।
यहाँ पर शिष्य आक्षेप सहित कहता है कि इस तरह तो अब अन्य दूसरोंकी क्यों
*नयत्यान्मानमात्मैव जन्म निर्वाणमेव वा ।
गुरुरात्मात्मनस्तस्मान्नान्योऽस्ति परमार्थतः ।।७५।।[समाधितन्त्रे – श्री पूज्यपादाचार्यः ]
+ઇડર સરસ્વતી ભંડારની હસ્તલિખિત પ્રતમાં ‘परस्परगुरुत्वे निश्चिते’ને બદલે ‘परस्यगुरुत्वे निरस्ते’ શબ્દો
છે અને તે યોગ્ય લાગે છે. તેથી તે પ્રમાણે અહીં અર્થ કર્યો છે.