કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૧૧૧
ગુરુ આદિની શુશ્રૂષા (સેવા) કરવી યોગ્ય છે.
ભાવાર્થ : — જ્ઞાની કે અજ્ઞાની બનવાની યોગ્યતા પોતાના આત્મામાં જ છે. ગુરુ
આદિ તો બાહ્ય નિમિત્તમાત્ર છે, તેઓ કોઈને જ્ઞાની કે અજ્ઞાની બનાવી શકતા નથી.
પદાર્થોમાં પરિણમન માટે જે ઉન્મુખ યોગ્યતા હોય છે તે રૂપ જ કાર્ય ઉત્પન્ન
(નિષ્પન્ન) થાય છે, કારણ કે कारणानुविधायीनि कार्याणि — કારણ જેવાં જ કાર્યો હોય છે.
અન્ય પદાર્થો તો તેના પરિણમનમાં નિમિત્તમાત્ર છે. પ્રત્યેક પદાર્થની પરિણમન – ઉન્મુખતા
જ – ક્ષણિક ઉપાદાન જ કાર્યરૂપે પરિણમે છે.
જીવ અને પુદ્ગલ દ્રવ્યમાં ગમન કરવાની સ્વયં શક્તિ છે, તેથી જે સમયે તેઓ
પોતાની ક્રિયાવતી શક્તિની જે પ્રકારની પરિણમન – ઉન્મુખતાથી ગમન કરે છે; તે પ્રકારે તે
સમયે ધર્મદ્રવ્ય, તેમના ગમનમાં નિમિત્તમાત્ર હોય છે. પરિણામ પ્રતિ પદાર્થોની ઉન્મુખતા
જ (તે સમયની યોગ્યતા જ) કાર્યનું સાક્ષાત્ ઉપાદાન કારણ છે.
ગુરુ શિષ્યને શીખવે છે — એ વ્યવહારનયનું — નિમિત્તનું કથન છે, એટલે કે શિષ્ય
પોતાની ઉપાદાનશક્તિથી શીખે તો ગુરુ નિમિત્તમાત્ર કહેવાય. આ કથન, કાર્યોત્પત્તિસમયે
અનુકૂળ કયું નિમિત્ત હતું, તેનું જ્ઞાન કરાવી તેના તરફનું વલણ છોડાવવા માટે છે, એમ
સમજવું.
વસ્તુતઃ કોઈ કોઈને શીખવી શકે નહિ, કારણ કે એ સિદ્ધાન્ત છે કે ‘સર્વ દ્રવ્યો
પોતપોતાના સ્વભાવથી ઊપજે છે, અન્ય દ્રવ્યથી અન્ય દ્રવ્યના ગુણની (પર્યાયની) ઉત્પત્તિ
કરી શકાતી નથી.’+
છએ દ્રવ્યોની વિકારી કે અવિકારી પર્યાયોમાં બધાં નિમિત્તો ધર્માસ્તિકાયવત્
નિમિત્તમાત્ર છે. પ્રેરક અને ઉદાસીન નિમિત્તો તેના પેટા પ્રકારો છે, પરંતુ ઉપાદાન પ્રત્યે
તો તે સદા ધર્માસ્તિકાયવત્ ઉદાસીન નિમિત્તમાત્ર છે.
व्यवहारादेव गुर्वादेः सुश्रूषा प्रतिपत्तव्या ।
चाहिये । इसलिये व्यवहारसे ही गुरु आदिकोंकी सेवा, शुश्रूषा आदि की जानी चाहिए ।।३५।।
+ કો દ્રવ્ય બીજા દ્રવ્યને ઉત્પાદ નહિ ગુણનો કરે,
તેથી બધાયે દ્રવ્ય નિજ સ્વભાવથી ઊપજે ખરે.
(શ્રી સમયસાર ગુ. આવૃત્તિ ગાથા – ૩૭૨)