કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૧૧૩
અન્વયાર્થ : — [अभवत् चित्तविक्षेपः ] જેના ચિત્તમાં ક્ષોભ નથી (અર્થાત્ જેના
ચિત્તમાં રાગ – દ્વેષાદિ વિકાર પરિણતિરૂપ ક્ષોભ – વિક્ષેપ નથી) તથા જે [तत्त्वसंस्थितः ] તત્ત્વમાં
(આત્મસ્વરૂપમાં) સારી રીતે સ્થિત છે, તેવા [योगो ] યોગીએ [अभियोगेन ] સાવધાનીપૂર્વક
(અર્થાત્ આળસ, નિદ્રાદિના પરિત્યાગપૂર્વક) [एकान्ते ] એકાન્ત સ્થાનમાં [निजात्मनःतत्वं ]
પોતાના આત્મતત્ત્વનો [अभ्यस्येत् ] અભ્યાસ કરવો.
ટીકા : — અભ્યાસ કરવો ભાવવો. કોણે તે? યોગીએ – સંયમીએ. શું (અભ્યાસ
કરવો)? આત્મા સંબંધી તત્ત્વનો. કોનો? નિજ આત્માનો ( – પોતાના સ્વરૂપનો) શા વડે?
અભિયોગ વડે અર્થાત્ આળસ, નિદ્રાદિના ત્યાગ વડે. કયાં (અભ્યાસ કરવો)? એકાન્તમાં
એટલે યોગ્ય ખાલી ગૃહાદિમાં. કેવા પ્રકારનો થઈને? જેના ચિત્તમાં – મનમાં વિક્ષેપ અર્થાત્
રાગાદિરૂપ ક્ષોભ નથી તેવો થઈને? કહે છે, ‘આવો’ કેવા થઈને – તત્ત્વમાં સારી રીતે સ્થિત
અર્થાત્ તત્ત્વ એટલે હેય – ઉપાદેય તત્ત્વોમાં ગુરુના ઉપદેશથી જેની બુદ્ધિ નિશ્ચલ થઈ ગઈ
છે, તેવો થઈને અથવા પરમાર્થરૂપે સાધ્ય વસ્તુમાં સમ્યક્પ્રકારે સ્થિત એટલે જેવા કહ્યા છે;
તેવા કાયોત્સર્ગાદિ દ્વારા વ્યવસ્થિત – થઈને.
ભાવાર્થ : — જ્યાં સુધી રાગ – દ્વેષાદિ વિકલ્પોથી ચિત્ત વિક્ષિપ્ત રહે છે — આકુલિત
રહે છે, ત્યાં સુધી આત્મસ્વરૂપનું ધ્યાન થઈ શકતું નથી. *સમાધિતંત્ર શ્લોક ૩૫માં કહ્યું
છે કેઃ —
टीका — अभ्यस्येद्भावयेत्कोसौ ? योगी संयमी । किं ? तत्त्वं यथात्म्यं । कस्य ?
निजात्मनः । केन ? अभियोगेन आलस्यनिद्रादिनिरासेन । क्वं ? एकान्ते योग्यशून्यगृहादौ । किं
विशिष्टः सन् ? अभवन्नजायमानश्चित्तस्य मनसो विक्षेपो रागादिसंक्षोभो यस्य सोऽयमित्थंभूतः
सन् । किंभूतो भूत्वा ? तथाभूत इत्याह । तत्वसंस्थितस्तत्त्वे हेये उपादेये च गुरूपदेशान्निश्चलधी
अर्थ — जिसके चित्तमें क्षोभ नहीं है, जो आत्मा स्वरूप रूपमें स्थित है, ऐसा योगी
सावधानीपूर्वक एकान्त स्थानमें अपने आत्माके स्वरूपका अभ्यास करे ।
विशदार्थ — नहीं हो रहे हैं चित्तमें विक्षेप-रागादि विकल्प जिसको ऐसा तथा हेय-
उपादेय तत्त्वोंमें गुरुके उपदेशसे जिसकी बुद्धि निश्चल हो गई है, अथवा परमार्थरूपसे
साध्यभूत वस्तुमें भले प्रकारसे – यानी जैसे कहे गये हैं, वैसे कायोत्सर्गादिकोंसे व्यवस्थित
हो गया है, ऐसा योगी अपनी आत्माके ठीक ठीक स्वरूपका एकान्त स्थानोंमें – योगीके लिये
*रागद्वेषादिकल्लोलैरलोलं यन्मनोजलम् ।
स पश्यत्यात्मनस्तत्त्वं तत् तत्त्वं नेतरो जनः ।।३५।।
[समाधितन्त्रे — श्री पूज्यपादाचार्यः ]