૧૧૪ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
‘‘જેનું મનરૂપી જલ રાગ – દ્વેષાદિ તરંગોથી ચંચલ (વિક્ષિપ્ત) થતું નથી, તે જ પુરુષ
આત્માના યથાર્થ સ્વરૂપનો અનુભવ કરે છે; રાગ – દ્વેષાદિ કલ્લોલોથી આકુલિત ચિત્તવાળો
પુરુષ આત્મ – તત્ત્વનો અનુભવ કરી શકતો નથી.’’
માટે યોગીએ પ્રથમ ગુરુના ઉપદેશથી હેય – ઉપાદેય તત્ત્વોમાં બુદ્ધિ નિશ્ચલ કરી
પોતાના ચિત્તને મોહ – ક્ષોભરહિત કરવું, પછી કાયોત્સર્ગાદિ દ્વારા વ્યવસ્થિત થઈ
એકાન્તમાં — શૂન્ય ગૃહમાં કે પર્વતની ગુફામાં — આળસ તથા નિદ્રાદિનો ત્યાગ કરી પોતાના
આત્માના યથાર્થ સ્વરૂપનો અભ્યાસ કરવો.
આ શ્લોકમાં આત્મસ્વરૂપના અભ્યાસ માટે આચાર્યે નીચેના મુખ્ય ત્રણ ઉપાયો
સૂચવ્યા છેઃ —
૧. ગુરુના ઉપદેશ દ્વારા હેય – ઉપાદેય તત્ત્વોમાં અર્થાત્ સ્વ – પરના ભેદવિજ્ઞાનમાં બુદ્ધિને
સ્થિર કરવી;
૨. ચિત્તને મોહ – ક્ષોભરહિત કરવું અર્થાત્ રાગ – દ્વેષાદિ વિકલ્પોથી વિક્ષિપ્ત ન કરવું;
૩. પ્રમાદનો ત્યાગ કરી એકાન્તમાં આત્મસ્વરૂપના અનુભવનો અભ્યાસ કરવો. ૩૬.
હવે શિષ્ય કહે છે — ‘સંવિત્તિ’ એટલે અભ્યાસ કેવી રીતે અનુવર્તાય (કરાય)? આ
અર્થ (ભાવ) સંયમિત કરાતો નથી ( – અર્થાત્ આટલાથી પૂરો થતો નથી).
ભગવાન! ઉક્ત લક્ષણવાળી સંવિત્તિ (આત્માનુભવ) થઈ રહી છે તે યોગીને કયા
ઉપાયથી જાણી શકાય? અને પ્રતિક્ષણ તેનો પ્રકર્ષ થઈ રહ્યો છે તે પણ કેવી રીતે જાણી
શકાય?
यदि वा तत्त्वेन साध्ये वस्तुनि सम्यक् स्थितो यथोक्तकायोत्सर्गादिना व्यवस्थितः ।
अत्राह शिष्यः संवित्तिरिति अभ्यासः कथमित्यनुवर्त्यन्ते नायमर्थः संयम्यते । भगवन् !
उक्तलक्षण संवित्तिः प्रवर्तमाना केनोपायेन योगिनो विज्ञायते कथं च प्रतिक्षणं प्रकर्षमापद्यते ।
योग्य ऐसे शून्य गृहोंमें ? पर्वतोंकी गुहा कंदरादिकोंमें, आलस्य निद्रा आदिको दूर करते
हुए अभ्यास करे ।।३६।।
यहाँ पर शिष्य पूछता है कि भगवन् ! जिसका लक्षण कहा गया है ऐसी ‘संवित्ति
हो रही है ।’ यह बात योगीको किस तरहसे मालूम हो सकती है ? और उसकी हरएक
क्षणमें उन्नति हो रही है, यह भी कैसे जाना जा सकता है ?