૧૧૬ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
કારણો પ્રતિ લોકમાં (દુનિયામાં) પણ અનાદર દેખાય છે. કહ્યું છે કે —
જેમનું મન શાન્તિ સુખથી સંપન્ન છે તેવા (મહાપુરુષોને) ભોજન પણ દ્વેષ ઉત્પન્ન
કરે છે (અર્થાત્ તેમને ભોજન પણ ગમતું નથી — તે પ્રતિ ઉદાસીન હોય છે), તો વિષય –
ભોગોની વાત જ શું કરવી (અર્થાત્ તેમને વિષય ભોગો રુચિકર લાગતા નથી).
માછલીઓના અંગને જમીન જ બાળે છે, તો અગ્નિના અંગારાની તો વાત જ શું! (તે
તો તેને બાળી જ નાખે).
તેથી વિષયોની અરુચિ જ યોગીની સ્વાત્મ – સંવિત્તિ (સ્વાત્માનુભવ)નું જ્ઞાન કરાવે
છે.
તેના અભાવમાં (અર્થાત્ સ્વાત્મ – સંવિત્તિના અભાવમાં તેનો (એટલે વિષયો પ્રતિ
અરુચિનો) અભાવ હોય છે, અને વિષયો પ્રતિ અરુચિ વધતાં સ્વાત્મસંવિત્તિ પણ પ્રકર્ષતા
પામે છે (વૃદ્ધિ પામે છે).
ભાવાર્થ : — આત્મસ્વરૂપનું ભાન થતાં, વિષયો પ્રતિ ભોગ્યબુદ્ધિ ઉત્પન્ન થતી નથી.
જેમ જેમ યોગીને સ્વાનુભવરૂપ સ્વસંવેદનમાં આત્માનો આનંદ આવે છે, તેમ તેમ સુલભ્ય
રમ્ય વિષયો તરફથી પણ તેનું મન હઠતું જાય છે, અર્થાત્ સુંદર લાગતા વિષયો પણ તેને
આકર્ષી શકતા નથી. જેને ભોજન પણ સારું લાગે નહિ, તેને વિષય ભોગ કેમ રુચે? કારણ
કે આધ્યાત્મિક આનંદ આગળ વિષય – ભોગનો આનંદ તેને તુચ્છ – નીરસ લાગે છે. લોકમાં
‘‘शमसुखशीलितमनसामशनपि द्वेषमेति किमु कामाः ।
स्थलमपि दहति झषाणां किमङ्गं पुनरङ्गमङ्गाराः’’ ।।१।।
ही है, दुनियाँमें भी देखा गया है कि महान् सुखकी प्राप्ति हो जाने पर अल्प सुखके पैदा
करनेवाले कारणोंके प्रति कोई आदर या ग्राह्य-भाव नहीं रहता है । ऐसा ही अन्यत्र भी
कहा है — ‘‘शमसुखशीलितमनसा०’’
‘‘जिनका मन शांति-सुखसे सम्पन्न है, ऐसे महापुरुषोंको भोजनसे भी द्वेष हो जाता
है, अर्थात् उन्हें भोजन भी अच्छा नहीं लगता । फि र और विषय भोगोंकी तो क्या चलाई ?
अर्थात् जिन्हें भोजन भी अच्छा नहीं लगता, उन्हें अन्य विषय-भोग क्यों अच्छे लग सकते
हैं ? अर्थात् उन्हें अन्य विषय-भोग रुचिकर प्रतीत नहीं हो सकते । हे वत्स ! देखो, जब
मछलीके अंगोंको जमीन ही जला देनेमें समर्थ है, तब अग्निके अंगारोंका तो कहना ही
क्या ? वे तो जला ही देंगे । इसलिये विषयोंकी अरुचि ही योगीकी स्वात्म-संवित्तिको प्रकट
कर देनेवाली है ।’’