૧૨૦ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
વસ્તુમાં, પૂર્વના સંસ્કારાદિવશ મન – વચન – કાયથી પ્રવૃત્તિ કરે તો ત્યાંથી હઠી (પાછા વળી)
સ્વયં જ પશ્ચાત્તાપ કરે છે, કે ‘અરે! મારાથી અનાત્મીન (આત્માને અહિતરૂપ) અનુષ્ઠાન
કેમ થયું?’’ એવો પશ્ચાત્તાપ કરે છે.
ભાવાર્થ : — જેને સ્વાત્મ – સંવેદનમાં રસ છે – આનંદ આવે છે તેને જગતના સ્થાવર
અને જંગમરૂપ સમસ્ત બાહ્ય પદાર્થો તથા ઇન્દ્રિય – વિષયો ઇન્દ્રજાલ સમાન નિઃસાર તથા
વિનશ્વર પ્રતીત થાય છે. તેને હવે સાંસારિક વિષય – ભોગની ઇચ્છા થતી નથી, પરંતુ
આત્મસ્વરૂપની જ પ્રાપ્તિ માટે પ્રબલ ભાવના રહ્યા કરે છે.
આત્મસ્વરૂપને છોડી અન્ય પદાર્થો તરફ તેની વૃત્તિ જતી નથી, અને કદાચ પૂર્વના
સંસ્કારવશ તથા પોતાની અસ્થિરતાને લીધે તે પ્રતિ મન – વચન કાય દ્વારા પ્રવૃત્ત થઈ જાય,
તો ત્યાંથી તુરત પાછો હઠી અફસોસ કરે છે કે, ‘‘અરે! મારા સ્વરૂપથી ચ્યુત થઈ, હું
આત્માનું અહિત કરી બેઠો!’’ એમ તે પશ્ચાત્તાપ કરે છે અને આત્મ – નિન્દા – ગર્હાદિ કરી
પોતાની શુદ્ધિ કરે છે.
જ્ઞાની જગતના પદાર્થોને જ્ઞેય સમજી આત્મસ્વરૂપમાં લીન રહે છે — તે વાત દર્શાવતાં
આચાર્ય શ્રી અમિતગતિએ ‘સુભાષિત રત્નસંદોહ’ શ્લોક ૩૩૫માં કહ્યું છે કે —
‘‘આ લક્ષ્મી થોડા જ દિવસ સુખદાયક પ્રતીત થાય છે. તરુણ સ્ત્રીઓ જુવાનીમાં જ
મનને અતુલ આનંદ આપે છે, વિષય – ભોગો વિજળી સમાન ચંચળ છે અને શરીર
વ્યાધિઓથી ગ્રસિત રહે છે. એમ વિચારી ગુણવાન જ્ઞાની પુરુષો આત્મસ્વરૂપમાં જ રત
(લીન) રહે છે.’’*
व्यतिरिक्ते यत्र क्वापि वस्तुनि पूर्वसंस्कारादिवशात्मनोवाक्कायैर्गत्वा व्यावृत्य अनुतप्यते स्वयमेव,
आ कथं मयेदमनात्मीनमनुष्ठितमिति पश्चात्तापं करोति ।
बाहिरी वस्तु-समूहको त्याग और गृहण विषयक बुद्धिका अविषय होनेसे अवश्य उपेक्षणीय
रूप इन्द्रियजालियाके द्वारा दिखलाये हुए सर्प-हार आदि पदार्थोंके समूहके समान देखता
है । तथा चिदानन्द – स्वरूप आत्माके अनुभवकी इच्छा करता है । और अपनी आत्माको
छोड़कर अन्य किसी भी वस्तुमें पहिले संस्कार आदि कारणोंसे यदि मनसे, वचनसे, वा
कायासे, प्रवृत्ति कर बैठता है, तो वहाँसे हटकर खुद ही पश्चात्ताप करता है, कि ओह !
यह मैंने कैसा आत्माका अहित कर डाला ।।३९।।
* भवत्येषा लक्ष्मीः कतिपयदिनान्येव सुखदा तरुणयस्तारुण्ये विदघति मनःप्रीतिमतुलां ।
तडिल्लोलाभोगा वपुरविचलं व्याधि – कलितं, बुधाः संचिन्त्येति प्रगुणमनसो ब्रह्मणि रताः ।।३३५।।
(सुभाषितरत्नसंदोहः – श्री अमितगतिराचार्यः)