કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૧૨૩
ભાવાર્થ : — સ્વ – પરના ભેદવિજ્ઞાનના અભ્યાસના બળે જ આત્માને સ્વાત્માનુભવનું
વેદન થાય છે, ત્યારે તે લોકોને રંજન કરે તેવા મંત્ર – તંત્રના પ્રયોગની વાતોથી દૂર રહેવા
માટે તથા લોકો પોતાના સ્વાર્થની ખાતર લાભાલાભના પ્રશ્નો પૂછી તેને આત્મધ્યાનમાં ખલેલ
ન કરે, તે માટે તે આદરપૂર્વક નિર્જન સ્થાનમાં રહેવા ઇચ્છે છે.
ભોજનાદિની પરતંત્રતાને લીધે તેને નિર્જન સ્થાન છોડી આહારાર્થે શ્રાવકોની વસ્તીમાં
જવું પડે, તો કાર્યવશાત્ અલ્પ વચનાલાપ પણ કરે છે, પરંતુ આહાર લઈ પોતાના સ્થાને
આવી જ્યારે તે સ્વરૂપ – ચિન્તનમાં લીન થઈ જાય છે, ત્યારે તે વચનાલાપ સંબંધી સર્વ ભૂલી
જાય છે. કોઈ પૂછે તોપણ તે કાંઈ ઉત્તર આપતા નથી.
તથા —
દેખે પણ નહીં દેખતા, બોલે છતાં અબોલ,
ચાલે છતાં ન ચાલતા, તત્ત્વસ્થિત અડોલ. ૪૧
અન્વયાર્થ : — [स्थिरीकृतात्मतत्त्वस्तु ] જેણે આત્મતત્ત્વના વિષયમાં સ્થિરતા પ્રાપ્ત
કરી છે તે [ तु ब्रवन् अपि न ब्रुते ] બોલતો હોવા છતાં બોલતો નથી, [गच्छन् अपि न गच्छति ]
ચાલતો હોવા છતાં ચાલતો નથી અને [पश्यन् अपि न पश्यति ] દેખતો હોવા છતાં દેખતો
નથી.
ટીકા : — જેણે આત્મતત્ત્વના વિષયમાં સ્થિરતા પ્રાપ્ત કરી – અર્થાત્ જેણે
આત્મસ્વરૂપને દ્રઢ પ્રતીતિનો વિષય બનાવ્યો છે, તેવો યોગી સંસ્કારવશ યા બીજાના
तथा —
ब्रुवन्नपि हि न ब्रूते गच्छन्नपि न गच्छति ।
स्थिरीकृतात्मतत्त्वस्तु पश्यन्नपि न पश्यति ।।४१।।
टीका — स्थिरीकृतात्मतत्त्वो दृढप्रतीतिगोचरीकृतस्वस्वरूपो योगी संस्कारवशात्परोपरोधेन
देखत भी नहिं देखते, बोलत बोलत नाहिं ।
दृढ़ प्रतीत आतममयी, चालत चालत नाहिं ।।४१।।
अर्थ — जिसने आत्म-स्वरूपके विषयमें स्थिरता प्राप्त कर ली है, ऐसा योगी बोलते
हुए भी नहीं बोलता, चलते हुए भी नहीं चलता, और देखते हुए भी नहीं देखता है ।
विशदार्थ — जिसने अपनेको दृढ़ प्रतीतिका विषय बना लिया है, ऐसा योगी