કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૧૨૫
અનુરોધથી કાંઈ બોલવું પડે યા ધાર્મિક ઉપદેશ દેવો પડે, છતાં તે કાર્યમાં તેની બુદ્ધિપૂર્વક
પ્રવૃત્તિ નહિ હોવાથી તે ઉપદેશ દેતો હોવા છતાં તે ઉપદેશ દેતો નથી.
જ્ઞાનીને કાર્યવશાત્ કોઈ કાર્યમાં પ્રવૃત્તિ કરવી પડે તો કાર્યસમયે પણ તે પોતાના
જ્ઞાનસ્વરૂપી આત્માને ચૂકતો નહિ હોવાથી, તેને તે કાર્ય પ્રતિ બુદ્ધિપૂર્વક ઝુકાવ
(અભિમુખપણું) — હોતું નથી, તેથી તે બાહ્ય કાર્ય કરતો જણાતો હોવા છતાં, વાસ્તવમાં તે
કાર્ય કરતો નથી. જ્ઞાનીની બધી ક્રિયાઓ રાગના સ્વામિત્વ રહિત હોય છે, તેથી તેની બધી
બાહ્ય ક્રિયાઓ નહિ કર્યા સમાન છે. ૪૧. તથા —
કોનું, કેવું, ક્યાં, કહીં, આદિ વિકલ્પ વિહીન,
જાણે નહિ નિજ દેહને, યોગી આતમ – લીન. ૪૨.
અન્વયાર્થ : — [योगपरायणः ] યોગપરાયણ (ધ્યાનમાં લીન) [योगी ] યોગી, [किम्
इदं ] આ શું છે? [कीदृशं ] કેવું છે? [कस्य ] કોનું છે? [कस्मात् ] શાથી છે? [क्व ] ક્યાં
છે? [इति अविशेषयन् ] ઇત્યાદિ ભેદરૂપ વિકલ્પો નહિ કરતો થકો [स्वदेहम् अपि ] પોતાના
શરીરને પણ [न अवैति ] જાણતો નથી ( – તેને પોતાના શરીરનો પણ ખ્યાલ રહેતો નથી).
ટીકા : — આ અનુભવમાં આવતું આધ્યાત્મિક તત્ત્વ (અન્તસત્ત્વ) શું છે? કેવા
સ્વરૂપવાળું છે? કેવું છે? કોના જેવું છે? તેનો સ્વામી કોણ છે? કોનાથી છે? ક્યાં છે?
तथा —
किमिदं कीदृशं कस्य कस्मात्क्वेत्यविशेषयन् ।
स्वदेहमपि नावैति योगी योगपरायणः ।।४२।।
टीका — इदमध्यात्ममनुभूयमानं तत्त्वं किं किंरूपं कीदृशं केन सदृशं कस्य स्वामिकं
कस्मात्कस्य सकाशात्क्व कस्मिन्नस्तीत्यविशेषयन् अविकल्पयन्सन् योगपरायणः समरसीभावमापन्नो
क्या कैसा किसका किसमें, कहाँ यह आतम राम ।
तज विकल्प निज देह न जाने, योगी निज विश्राम ।।४२।।
अर्थ — ध्यानमें लगा हुआ योगी यह क्या है ? कैसा है ? किसका है ? क्यों है ?
कहाँ है ? इत्यादिक विकल्पोंको न करते हुए अपने शरीरको भी नहीं जानता ।
विशदार्थ — यह अनुभवमें आ रहा अन्तस्तत्त्व, किस स्वरूपवाला है ? किसके
सदृश है ? इसका स्वामी कौन है ? किससे होता है ? कहाँ पर रहता है ? इत्यादिक