૧૨૬ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
ઇત્યાદિ ભેદ નહિ પાડતો અર્થાત્ વિકલ્પો નહિ કરતો યોગપરાયણ – અર્થાત્ સમરસીભાવને
પ્રાપ્ત થયેલો – યોગી પોતાના શરીરનો પણ ખ્યાલ કરતો નથી, તો શરીરથી ભિન્ન હિતકારી
યા અહિતકારી વસ્તુઓની ચિંતા કરવાની તો વાત જ શું?
તથા ‘तत्त्वानुशासन’ — શ્લોક ૧૭૨માં કહ્યું છે કેઃ —
‘તે વખતે (સમાધિકાલમાં) આત્મામાં આત્માને જ દેખનાર યોગીને બાહ્યમાં પદાર્થો
હોવા છતાં પરમ એકાગ્રતાના કારણે (આત્મા સિવાય) અન્ય કાંઈપણ ભાસતું નથી (માલૂમ
પડતું નથી).
ભાવાર્થ : — જ્યારે યોગી ધ્યાનમાં લીન હોય છે, ત્યારે તે સમરસી ભાવનો અનુભવ
કરે છે — અર્થાત્ નિજાનંદરસનું પાન કરે છે. આત્મસ્વરૂપના અનુભવ કાળે તે આત્મ – તત્ત્વ
સંબંધી. તે શું છે? ક્યાં છે? ઇત્યાદિ સંકલ્પ – વિકલ્પોથી રહિત હોય છે. આ નિર્વિકલ્પ
દશામાં તેને પોતાના શરીર તરફ ઉપયોગ જતો નથી, તો શરીરથી ભિન્ન અન્ય પદાર્થોની
તો વાત જ શું કરવી? અર્થાત્ બાહ્ય પદાર્થો હોવા છતાં પરમ એકાગ્રતાને લીધે તેનો તેને
કાંઈ પણ અનુભવ થતો નથી.
ભેદવિજ્ઞાન દ્વારા શરીરાદિથી મમત્વ હઠાવી જ્યારે યોગી આત્મ – સ્વરૂપમાં સ્થિર થઈ
આનંદમગ્ન હોય છે; ત્યારે ક્ષુધા – તૃષાદિથી કે ઉપસર્ગ – પરીષહાદિથી ખેદખિન્ન થતો નથી.
योगी स्वदेहमपि न चेतयति का कथा हिताहितदेहातिरिक्तवस्तुचेतनायाः ।
तथा चोक्तम् [तत्त्वानुशासने ] —
‘‘तदा च परमैकाग्रूयाद्बहिरर्थेषु सत्स्वपि ।
अन्यन्न किञ्चनाभाति स्वमेवात्मनि पश्यत.’’ ।।१७२।।
विकल्पोंको न करता हुआ, किन्तु समरसीभावको प्राप्त हुआ योगी जो अपने शरीरतकका
भी ख्याल नहीं रखता, उसकी चिन्ता व परवाह नहीं करता, तब हितकारी या अहितकारी
शरीरसे भिन्न वस्तुओंकी चिन्ता करनेकी बात ही क्या ? जैसा कि कहा गया है — ‘‘तदा
च परमैका०’’
यहाँ पर शिष्य कहता है, कि भगवन् ! मुझे आश्चर्य होता है कि ऐसी विलक्षण
विभिन्न दशाका हो जाना कैसे सम्भव है ?
उस समय आत्मामें आत्माको देखनेवाले योगीको बाहिरी पदार्थोंके रहते हुए भी
परम एकाग्रता होनेके कारण अन्य कुछ नहीं मालूम पड़ता है ।।४२।।