કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૧૨૭
સમાધિતંત્ર શ્લોક ૩૪માં* કહ્યું છે કેઃ —
‘‘આત્મા અને દેહના ભેદ – વિજ્ઞાનથી ઉત્પન્ન થયેલા આહ્લાદથી (આનંદથી) જે
આનંદિત છે, તે (યોગી) તપ દ્વારા ભયાનક દુષ્કર્મને ભોગવતો હોવા છતાં ખેદ પામતો
નથી.’’ ૪૨.
અહીં, શિષ્ય કહે છે — એ કેવી રીતે? ભગવન્! મને આશ્ચર્ય થાય છે કે એવી
અવસ્થાન્તર (વિભિન્ન – વિલક્ષણ અવસ્થા) કેવી રીતે સંભવે?
ગુરુ કહે છે — ધીમન્! સમજ.
જે જ્યાં વાસ કરી રહે, ત્યાં તેની રુચિ થાય,
જે જ્યાં રમણ કરી રહે, ત્યાંથી બીજે ન જાય. ૪૩.
અન્વયાર્થ : — [यः ] જે [यत्र ] જ્યાં [निवसन् आस्ते ] નિવાસ કરે છે, [सः ] તે
[तत्र ] ત્યાં [रतिं कुरुते ] રતિ કરે છે અને [यः ] જે [यत्र ] જ્યાં [रमते ] રમે છે, [सः ]
તે [तस्मात् ] ત્યાંથી બીજે [न गच्छति ] જતો નથી.
अत्राह शिष्यः कथमेतदिति । भगवन् ! विस्मयो मे कथमेतदवस्थान्तरं संभवति ।
गुरुराह — धीमन्निबोध ।
यो यत्र निवसन्नास्ते स तत्र कुरुते रतिं ।
यो यत्र रमते तस्मादन्यत्र स न गच्छति ।।४३।।
आचार्य कहते हैं, धीमन् ! सुनो समझो —
जो जामें बसता रहे, सो तामें रुचि पाय ।
जो जामें रम जात है, सो ता तज नहिं जाय ।।४३।।
अर्थ — जो जहाँ निवास करने लग जाता है, वह वहाँ रमने लग जाता है । और
जो जहाँ लग जाता है, वह वहाँसे फि र हटता नहीं है ।
* आत्मदेहान्तरज्ञानजनिताह्लादनिर्वृत्तः ।
तपसा दुष्कृतं घोरं भुञ्जानोऽपि न खिद्यते ।।
[समाधितन्त्र – श्री पूज्यपादाचार्यः ]