Ishtopdesh (Gujarati).

< Previous Page   Next Page >


Page 128 of 146
PDF/HTML Page 142 of 160

 

background image
૧૨૮ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
ટીકા :જે મનુષ્ય જ્યાં એટલે નગરાદિમાં સ્વાર્થ માટે અર્થાત્ કોઈ (પ્રયોજનની)
સિદ્ધિ અંગે (બંધુ જનોના) આગ્રહથી નિવાસી થઈને રહે છે, તે ત્યાં અન્ય તરફથી ચિત્ત
હઠાવી લીધેલું હોવાથી, આનંદ પ્રાપ્ત કરે છે (અનુભવે છે) અને જ્યાં જે આનંદ અનુભવે
છે તે ત્યાંથી બીજે ઠેકાણે જતો નથી એ (વાત) પ્રસિદ્ધ છે (પ્રતીતજન્ય) છે; માટે વિશ્વાસ
કર કે, ‘આત્મામાં નિવાસ કરતા યોગીને અનનુભૂત (પૂર્વે નહિ અનુભવેલાં) અપૂર્વ આનંદનો
અનુભવ થતો હોવાથી, તેને બીજે ઠેકાણે વૃત્તિનો અભાવ હોય છે અર્થાત્ અધ્યાત્મ સિવાય
બીજે ઠેકાણે પ્રવૃત્તિ હોતી નથી.’
ભાવાર્થ :જે માણસ જે શહેર, નગર કે ગ્રામમાં રહે છે, તેને તે સ્થાન પ્રતિ
એટલો મમત્વભાવરતિભાવ થઈ જાય છે કે તેને ત્યાં જ રહેવાનું ગમે છે, ત્યાં જ આનંદ
આવે છે; તે સ્થાન છોડી બીજે જવું તેને રુચતું નથી; તેવી રીતે આત્મસ્વરૂપમાં સ્થિત
યોગીને
રમતા યોગીને આત્મામાં એવો અપૂર્વ આનંદ આવે છે કે તેને આત્મામાં જ
વિહાર કરવાનું રુચે છે, બીજા પદાર્થોમાં વિહરવાની વૃત્તિ થતી નથી, કારણ કે
નિજાત્મરસના અનુભવ આગળ બાહ્ય પદાર્થો તથા વિષય ભોગો બધા તેને નીરસ તથા
દુઃખદાયી લાગે છે. ૪૩.
અન્યત્ર ન પ્રવર્તતો હોય ત્યારે તે આવો હોયઃ
टीकायो जनो यत्र नगरादौ स्वार्थे सिद्ध्यङ्गत्वेन बद्धनिर्बन्धवास्तव्ये भवन् तिष्ठति
स तस्मिन्नन्यस्मान्निवृत्तचित्ततत्त्वान्निवृतित्वं लभते यत्र यश्च तथा निर्वाति स ततोऽन्यत्र न
यातीति प्रसिद्धं सुप्रतीतमत प्रतीहि योगिनोऽध्यात्मं निवसतोऽननुभूतापूर्वानन्दानुभवादन्यत्र
वृत्त्यभावः स्यादिति
अन्यत्राप्रवर्त्तमानश्चेदृक् स्यात्
विशदार्थजो मनुष्य, जिस नगरादिकमें स्वार्थकी सिद्धिका कारण होनेसे
बन्धुजनोंके आग्रहसे निवासी बनकर रहने लग जाता है, वह उसमें अन्य तरफ से चित्त
हटाकर आनन्दका अनुभव करने लग जाता है
और जो जहाँ आनन्दका अनुभव करता
रहता है, वह वहाँसे दूसरी जगह नहीं जाता, यह सभी जानते हैं इसलिये समझो कि
आत्मामें अध्यात्ममें रहनेवाले योगी अननुभूत (जिसका पहिले कभी अनुभव नहीं हुआ) और
अपूर्व आनन्दका अनुभव होते रहनेसे उसकी अध्यात्मके सिवाय दूसरी जगह प्रवृत्ति नहीं
होती
।।४३।।
जब दूसरी जगह प्रवृत्ति नहीं करता तब क्या होता है ? उसे आगेके श्लोकमें
आचार्य कहते हैं