કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૧૩૧
ટીકા : — પર એટલે દેહાદિક પદાર્થ પર જ છે, કારણ કે તેને કોઈ રીતે પણ
પોતાનો કરવો અશક્ય છે. એમ છે તેથી તેનો આત્મામાં આરોપ કરવાથી (તેને આત્મા
માનવાથી) દુઃખ જ થાય છે, કારણ કે દુઃખના કારણોની પ્રવૃત્તિ તેના દ્વારા (આરોપણ
દ્વારા) થાય છે તથા આત્મા આત્મા જ છે, કારણ કે તે કદી પણ દેહાદિરૂપ થતો નથી.
(દેહાદિરૂપ ગ્રહણ કરતો નથી). એમ છે તેથી તેનાથી સુખ થાય છે, કારણ કે દુઃખના
કારણોનો તે અવિષય છે. એમ છે તેથી તીર્થંકરાદિ મહાપુરુષોએ, તેના કારણે અર્થાત્
આત્માર્થે ઉદ્યમ કર્યો – અર્થાત્ શાસ્ત્ર વિહિત તપોના અનુષ્ઠાનમાં (આચરણમાં) અભિયોગી
(કૃત પ્રયત્ન) બન્યા.
ભાવાર્થ : — શરીર, સ્ત્રી, પુત્ર, મિત્રાદિ આત્માથી ભિન્ન પર પદાર્થો છે. તેઓ કદી
આત્મારૂપ થતાં નથી છતાં અજ્ઞાની તેમાં આત્મબુદ્ધિ કરી તેમના સંયોગ – વિયોગમાં સુખ –
દુઃખની કલ્પના કરી દુઃખી થાય છે. ‘‘संयोगानां वियोगो हि भविता हि नियोगतः’’ । સંયોગી
પદાર્થોનો નિયમથી વિયોગ થાય છે; તેથી સંયોગી શરીરાદિ પર પદાર્થો તરફનો અનુરાગ
દુઃખનું કારણ છે.
આત્મા આત્મા જ છે. તે કદી દેહાદિરૂપ થતો નથી, તેથી તે દુઃખનું કારણ નથી
પણ સુખરૂપ છે. માટે તીર્થંકરાદિ મહાપુરુષોએ, આત્મસ્વરૂપમાં સ્થિર થવા માટે નિશ્ચય તપ
દ્વારા ઉદ્યમ કર્યો છે. ૪૫.
टीका — परो देहादिरर्थः पर एव कथंचिदपि तस्यात्मीकर्त्तुमशक्यत्वात् । यतश्चैवं
ततस्तस्मादात्मन्यारोप्यमाणाद्दुःखमेव स्यात्तद्द्वारत्वाद् दुःखनिमित्तानां प्रवृत्तेः । तथा आत्मा
आत्मैव स्यात् । तस्य कदाचिदपि देहादिरूपत्वानुपादानात् । यतश्चैवं ततस्तस्मात्सुखं
स्याद्दुःखनिमित्तानां तस्याविषयत्वात् । यतश्चैवं, अतएव महात्मानस्तीर्थंकरादयस्तस्मिन्निमित्त-
मात्मार्थं कृतोद्यमा विहिततपोनुष्ठानाभियोगाः संजाताः ।
विशदार्थ — पर देहादिक अर्थ, पर ही है । किसी तरहसे भी उन्हें आत्मा या
आत्माके सदृश नहीं बनाया जा सकता । जब कि ऐसा है तब उनसे (आत्मा या आत्माके
मान लेनेसे) दुःख ही होगा। कारण कि दुःखोंके कारणोंकी प्रवृत्ति उन्हींके द्वारा हुआ करती
है, तथा आत्मा अपना ही है, वह कभी देहादिकरूप नहीं बन सकता । जब कि ऐसा है,
तब उससे सुख ही होगा । कारण कि दुःखके कारणोंको वह अपनाता ही नहीं है । इसी
लिए तीर्थंकर आदिक बड़े – बड़े पुरुषोंने आत्माके स्वरूपमें स्थिर होनेके लिए अनेक प्रकारके
तपोंके अनुष्ठान करनेमें निद्रा – आलस्यादि रहित अप्रमत्त हो उद्यम किया है ।।४५।।