૧૩૨ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
હવે, પરદ્રવ્યોના અનુરાગમાં દોષ બતાવે છેઃ —
અભિનંદે અજ્ઞાની જે, પુદ્ગલને નિજ જાણ,
ચૌગતિમાં નિજ સંગને, તજે ન પુદ્ગલ, માન. ૪૬.
અન્વયાર્થ : — [यः अविद्वान् ] જે (હેય – ઉપાદેય તત્ત્વોને નહિ જાણનાર)
[पुद्गलद्रव्यं ] પુદ્ગલ દ્રવ્યને (શરીરાદિકને) [अभिनन्दति ] અભિનંદે છે – શ્રદ્ધે છે (અર્થાત્ તેને
પોતાનું સ્વરૂપ માને છે). [तस्य जन्तोः ] તે બિચારા જીવની સાથેના [सामीप्यं ] સંયોગ-
સંબંધને [तत् ] તે (પુદ્ગલ) [चतुर्गतिषु ] નરકાદિ ચાર ગતિઓમાં [जातु न मुञ्चति ] કદાચિત્
પણ છોડતો નથી.
ટીકા : — વળી જે અવિદ્વાન્ છે અર્થાત્ હેય – ઉપાદેય તત્ત્વોનો અનભિજ્ઞ છે તે
પુદ્ગલદ્રવ્યને એટલે દેહાદિકને અભિનંદે છે — શ્રદ્ધે છે અર્થાત્ તેને આત્મભાવે અને
આત્મીયભાવે (અર્થાત્ આત્મરૂપ અને આત્માનું) માને છે; તે બિચારા જીવનું સમીપપણું
( – પ્રત્યાસન્નપણું – નિકટતા સંયોગ – સંબંધ) તે પુદ્ગલદ્રવ્ય નરકાદિ ચાર ગતિઓમાં કદાચિત્
પણ છોડતું નથી.
अथ परद्रव्यानुरागे दोपं च दर्शयति —
अविद्वान्पुद्गलद्रव्यं योऽभिनन्दति तस्य तत् ।
न जातु जन्तोः सामीप्यं चतुर्गतिषु मुञ्चति ।।४६।।
टीका — यः पुनरविद्वान् हेयोपादेयतत्त्वानभिज्ञः पुद्गलद्रव्यं देहादिकमभिनन्दति श्रद्धत्ते
आत्मात्मीयभावेन प्रतिपद्यते तस्य जन्तोर्जीवस्य तत्पुद्गलद्रव्यं चतसृषु नारकादिगतिषु सामीप्यं
परद्रव्योंमें अनुराग करनेसे होनेवाले दोषको दिखाते हैं —
पुद्गलको निज जानकर, अज्ञानी रमजाय ।
चहुँगतिमें ता संगको, पुद्गल नहीं तजाय ।।४६।।
अर्थ — जो हेयोपादेयके स्वरूपको न समझनेवाला, शरीरादिक पुद्गल द्रव्यको आप
(आत्म)रूप तथा अपनेको (आत्माके) मानता है, उस जीवके साथ नरकादिक चार गतियोंमें
वह पुद्गल अपना सम्बन्ध नहीं छोड़ता है, अर्थात् भव-भवमें वह पुद्गलद्रव्य जीवके साथ
बँधा ही रहता है । उससे पिंड नहीं छूट पाता ।।४६।।