કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૧૩૩
ભાવાર્થ : — અજ્ઞાની જીવ શરીરાદિક પુદ્ગલને આત્મસ્વરૂપ અને આત્માનું માને છે,
તેથી પુદ્ગલ – દ્રવ્ય ચારે ગતિઓમાં આત્મા સાથેનો સંબંધ છોડતું નથી. તે સાથે ને સાથે
જ રહે છે.
શરીરાદિક પુદ્ગલ દ્રવ્ય અચેતન છે. તે આત્માથી સર્વથા ભિન્ન છે. તેની સાથેની
એકતા સર્વથા હેય છે, પરંતુ અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ જીવને હેય – ઉપાદેયનો વિવેક નહિ
હોવાથી તે આત્માથી ભિન્ન પદાર્થોમાં આત્મબુદ્ધિ કરે છે, અર્થાત્ તેમને આત્મસ્વરૂપ માને
છે. તેમની અનુકૂલ – પ્રતિકૂલરૂપ પરિણતિ જોઈ તે રાગ – દ્વેષ કરે છે અને રાગ – દ્વેષજનિત
આસ્રવ – બંધથી તેને નરકાદિ ચતુર્ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ થાય છે. એ રીતે જીવ
સાથેનો પુદ્ગલ – સંબંધ ચાલુ રહે છે. તે કદી છૂટતો નથી. સમાધિતંત્ર શ્લોક ૧૫માં કહ્યું
છે કે —
‘मूलं संसारदुःखस्य देह एवात्मघीस्ततः’ ।
દેહમાં જ આત્મબુદ્ધિ કરવી તે સંસારના દુઃખનું કારણ છે. ૪૬
પુદ્ગલ મારું નથી, માટે પુદ્ગલનું કાંઈ પણ હું કરી શકું નહિ એવો નિર્ણય કરી
આત્મસન્મુખ થવું, જેથી પુદ્ગલ સાથેનો સંબંધ છૂટી જાય.
જીવની સાથે રહેવું કે ન રહેવું – એવું પુદ્ગલને તો કાંઈ જ્ઞાન નથી, પરંતુ જીવના
વિકારને અને તેને (પૌદ્ગલિક કર્મને) નિમિત્ત – નૈમિત્તિક સંબંધ છે, તેથી જ્યાં સુધી જીવ
વિકાર કરે ત્યાં સુધી આ સંબંધ છૂટે નહિ.
હવે શિષ્ય કહે છે — સ્વરૂપમાં તત્પર રહેનારને શું (ફળ) પ્રાપ્ત થાય છે?
ગુરુ કહે છેઃ —
प्रत्यासत्तिं संयोगसम्बन्धं जातु कदाचिदपि न त्यजति ।
अथाह शिष्यः — स्वरूपपरस्य किं भवतीति सुगमम् ।
गुरुराह —
आत्मस्वरूपमें तत्पर रहनेवालेको क्या होता है ?
आचार्य कहते हैं —