૧૩૪ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
વિરમી પર વ્યવહારથી, જે આતમરસ લીન,
પામે યોગીશ્રી અહો! પરમાનંદ નવીન. ૪૭.
અન્વયાર્થ : — [आत्मानुष्ठाननिष्ठस्य ] આત્મસ્વરૂપમાં સ્થિત થયેલા (લીન થયેલા)
[व्यवहारबहिःस्थितेः ] તથા વ્યવહારથી દૂર (બહાર) રહેલા [योगिनः ] યોગીને [योगेन ] યોગથી
(આત્મ – ધ્યાનથી) [कश्चित् परमानन्दः ] કોઈ અનિર્વચનીય પરમ આનંદ [जायते ] ઉત્પન્ન થાય
છે.
ટીકા : — આત્માનું અનુષ્ઠાન એટલે દેહાદિથી હઠીને પોતાના આત્મામાં જ
અવસ્થાપન (નક્કી સ્થિત રહેવું તે) – તેમાં તત્પર રહેલા તથા પ્રવૃત્તિ – નિવૃત્તિરૂપ વ્યવહારથી
બહાર (દૂર) રહેલા ધ્યાન કરનાર યોગીને, યોગથી એટલે પોતાના આત્માના ધ્યાનથી કોઈક
વાણી અગોચર તથા અન્યને ન સંભવી શકે, તેવો પરમ આનંદ ઉત્પન્ન થાય છે.
ભાવાર્થ : — શારીરિક બાહ્ય પદાર્થો તરફનું વલણ (ઝુકાવ) હઠાવી તથા પ્રવૃત્તિ –
નિવૃત્તિરૂપ વ્યવહારથી દૂર રહી, જ્યારે યોગી સ્વ – સ્વરૂપમાં લીન થાય છે. ત્યારે
આત્મધ્યાનથી તેને કોઈ અનિર્વચનીય પરમ આનંદ આવે છે.
શ્રી દેવસેનાચાર્ય ‘તત્ત્વસાર’ — શ્લોક* પૃ. ૫૮માં કહ્યું છે કેઃ —
* उभयविंणट्ठें णिय उवलद्धे सुसुद्ध ससरूवे ।
बिलसइ परमाणंदो जोईणं जोयसत्तीए ।।५८।।
आत्मानुष्ठाननिष्ठस्य व्यवहारबहिःस्थितेः ।
जायते परमानन्दः कश्चिद्योगेन योगिनः ।।४७।।
टीका — आत्मनोऽनुष्ठानं देहादेर्व्यावर्त्य स्वात्मन्येवावस्थापनं तत्परस्य व्यवहारात्प्रवृत्ति-
निवृत्तिलक्षणाद्बहिःस्थितेः बाह्यस्य योगिनो ध्यातुर्योगेन स्वात्मध्यानेन हेतुना कश्चिद् वाचागोचरः
परमोऽनन्यसम्भवी आनन्दः उत्पद्यते ।
ग्रहण त्यागसे शून्य जो, निज आतम लवलीन ।
योगीको हो ध्यानसे, कोइ परमानन्द नवीन ।।४७।।
अर्थ — देहादिकसे हटकर अपने आत्मामें स्थित रहनेवाले तथा प्रवृत्ति-निवृत्ति-
लक्षणवाले – व्यवहारसे बाहिर दूर रहनेवाले, ध्यानी – योगी पुरुषको आत्म-ध्यान करनेसे कोई
एक वचनोंके अगोचर परम जो दूसरोंको नहीं हो सकता, ऐसा आनन्द उत्पन्न होता है ।।४७।।