કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૧૩૫
‘રાગ-દ્વેષરૂપ ઉભય ભાવ (પરિણામ) વિનષ્ટ થતાં યોગશક્તિ દ્વારા પોતાના વિશુદ્ધ
સ્વરૂપની પ્રાપ્તિ થતાં, યોગીને યોગશક્તિ દ્વારા પરમ આનંદની પ્રાપ્તિ થાય છે.’
વાસ્તવમાં રાગ – દ્વેષનો અભાવ તે જ પરમ આનંદની પ્રાપ્તિનું મૂળ કારણ છે. ૪૭.
તેનું (આનંદનું) કાર્ય કહે છેઃ —
કરતો અતિ આનંદથી, કર્મ – કાષ્ઠ પ્રક્ષીણ,
બાહ્ય દુઃખોમાં જડ સમો, યોગી ખેદ વિહીન. ૪૮.
અન્વયાર્થ : — [सः आनन्दः ] તે આનંદ (આત્મામાં ઉત્પન્ન થયેલો આનંદ) [उद्धं
कर्मेन्धनं ] પ્રચુર કર્મરૂપી ઇન્ધનને [अनारतं ] નિરંતર [निर्दहति ] જલાવી દે છે અને [असौ
योगी च ] તે (આનંદમગ્ન) યોગી [बहिर्दुःखेषु ] બહારનાં દુઃખોમાં [अचेतनः ] અચેતન
રહેવાથી (બહારનાં દુઃખોથી અજ્ઞાત હોવાથી) [न खिद्यते ] ખેદ પામતો નથી.
ટીકા : — વળી, તે આનંદ પ્રચુર કર્મસંતતિને બાળી નાખે છે; જેમ અગ્નિ ઇન્ધનને
બાળે છે તેમ, અને તે આનંદમગ્ન યોગી, બહારનાં દુઃખોમાં અર્થાત્ પરીષહ – ઉપસર્ગ
સંબંધી ક્લેશોમાં અચેતન એટલે સંવેદન વિનાનો થઈ જાય છે, (દુઃખના નિમિત્તરૂપ પદાર્થો
તરફ લક્ષ રહેતું નથી) તેથી તેને ખેદ થતો નથી અર્થાત્ તે સંક્લેશ પામતો નથી.
तत्कार्यमुच्यते —
आनन्दो निर्दहत्युद्धं कर्मेन्धनमनारतम् ।
न चासौ खिद्यते योगी बहिर्दुःखेष्वचेतनः ।।४८।।
टीका — स पुनरानन्द उद्धं प्रभूतं कर्मसन्ततिं निर्दहति । वह्निरिंधनं यथा । किं च
असावानन्दाविष्टो योगी बहिर्दुःखेषु परीषहोपसर्गक्लेशेषु अचेतनोऽसंवेदनः स्यात्तत एव न
खिद्यते न संक्लेशं याति ।
उस आनन्दके कार्यको बताते हैं —
निजानंद नित दहत है, कर्मकाष्ठ अधिकाय ।
बाह्य दुःख नहिं वेदता, योगी खेद न पाय ।।४८।।
अर्थ — जैसे अग्नि, ईन्धनको जला डालता है, उसी तरह आत्मामें पैदा हुआ
परमानन्द, हमेशासे चले आए प्रचुर कर्मोंको अर्थात् कर्म-सन्ततिको जला डालता है, और
आनन्द सहित योगी, बाहिरी दुःखोंके – परीषह उपसर्ग सम्बन्धी क्लेशोंके अनुभवसे रहित
हो जाता है । जिससे खेदके (संक्लेशको) प्राप्त नहीं होता ।।४८।।