सम्पूर्णरत्नत्रयात्मनात्मना क्क सति, अभावे शक्तिरूपतया विनाशे । कस्य, कृत्स्नकर्मणः –
कृत्स्नस्य सकलस्य द्रव्यभावरूपस्य कर्मणः आत्मपारतंत्र्यनिमित्तस्य ।।१।।
अथ शिष्यः प्राह – स्वस्य स्वयं स्वरूपोपलब्धिः कथमिति ? स्वस्यात्मनः – स्वयमात्मना
केवलज्ञानस्वरूप आत्माको जो कि मुख्य एवं अप्रतिहत अतिशयवाला होनेसे समस्त
सांसारिक प्राणियोंसे उत्कृष्ट है, नमस्कार हो ।।१।।
‘‘स्वयं स्वभावाप्तिः’’ इस पदको सुन शिष्य बोला — कि ‘‘आत्माको स्वयं ही
सम्यक्त्व आदिक अष्ट गुणोंकी अभिव्यक्तिरूप स्वरूपकी उपलब्धि (प्राप्ति) कैसे (किस
उपायसे) हो जाती है ? क्योंकि स्व-स्वरूपकी स्वयं प्राप्तिको सिद्ध करनेवाला कोई दृष्टान्त
એ રીતે આરાધ્યનું (પરમાત્માનું) સ્વરૂપ કહીને તેની પ્રાપ્તિનો ઉપાય કહે છે —
જેમને થઈ. શું તે? સ્વભાવની પ્રાપ્તિ — અર્થાત્ સ્વભાવની એટલે નિર્મળ નિશ્ચલ
ચિદ્રૂપ – તેની પ્રાપ્તિ-લબ્ધિ, કથંચિત્ તાદાત્મ્ય પરિણતિ; કૃતકૃત્યપણાને લીધે સ્વરૂપમાં
અવસ્થિતિ – એવો અર્થ છે. શા વડે? સ્વયં સંપૂર્ણ રત્નત્રયાત્મક આત્મા વડે. શું થતાં?
અભાવ થતાં અર્થાત્ શક્તિરૂપપણે વિનાશ થતાં. કોનો? સંપૂર્ણ કર્મનો – અર્થાત્ આત્માની
પરતંત્રતાના નિમિત્તભૂત દ્રવ્ય – ભાવરૂપ સમસ્ત કર્મોનો.
ભાવાર્થ : – સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પૂર્ણતા વડે આત્માની પરતંત્રતાના કારણભૂત
સમસ્ત કર્મોનો – જ્ઞાનાવરણાદિ આઠ દ્રવ્યકર્મોનો રાગ-દ્વેષાદિ ભાવકર્મોનો અને શરીરાદિ
નોકર્મોનો – જેમને સર્વથા અભાવ છે અને જેમણે પોતાના ચિદાનંદ, વિજ્ઞાનઘન, નિર્મળ,
નિશ્ચલ, ટંકોત્કીર્ણ જ્ઞાયકરૂપ સ્વભાવને પ્રાપ્ત કર્યો છે; તેવા પોતાના આરાધ્ય સિદ્ધ
પરમાત્માને આચાર્યે નમસ્કાર કર્યા છે.
અષ્ટકર્મરહિત, અષ્ટગુણસહિત, શુદ્ધ, બુદ્ધ, નિરંજન પરમાત્મા તે આરાધકને માટે
સંપૂર્ણતાનો આદર્શ છે. તે આદર્શને પોતાનામાં મૂર્તિમંત કરવો તે નમસ્કાર કરવાનો હેતુ છે.
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતા તે જ સિદ્ધસ્વરૂપની પ્રાપ્તિનો ઉપાય છે. એમ
આચાર્યે ગર્ભિતપણે આ શ્લોકમાં દર્શાવ્યું છે. ૧.
હવે શિષ્ય કહે છે, — ‘‘પોતાને સ્વયં સ્વરૂપની પ્રાપ્તિ કેવી રીતે થાય? પોતાના
આત્માને સ્વયં એટલે આત્મા વડે સ્વરૂપની અર્થાત્ સમ્યક્ત્વાદિ આઠ ગુણોની
અભિવ્યક્તિરૂપ (પ્રગટતારૂપ) ઉપલબ્ધિ (પ્રાપ્તિ) કેવી રીતે એટલે ક્યા ઉપાય વડે થાય
છે? કારણ કે દ્રષ્ટાન્તનો અભાવ છે.’’
કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૩