કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૧૩
अमुमेवार्थं दृष्टान्तेन स्पष्टयन्नाह — य इत्यादि । यो वाहीको नयति, प्रापयति । किं ?
स्ववाह्यं भारं । कां, गव्यूतिं क्रोशयुगं । कथं, आशु शीघ्रं । स किं क्रोशार्द्धे स्वभारं नयन् सीदति
खिद्यते ? न खिद्यत इत्यर्थः । महाशक्तावल्पशक्तः सुघटत्वात् ।
अथैवमात्मभक्तेः स्वर्गगतिसाधनत्वेऽपि समर्थिते प्रतिपाद्यस्तत्फलजिज्ञासया गुरुं
श्लोककी नीचेकी पंक्तिमें उपरिलिखित भावको दृष्टान्त द्वारा समझाते हैं —
देखो जो भारको ढोनेवाला अपने भारको दो कोस तक आसानी और शीघ्रताके
साथ ले जा सकता है, तो क्या वह अपने भारको आधा कोस ले जाते हुए खिन्न होगा ?
नहीं । भारको ले जाते हुए खिन्न न होगा । बड़ी शक्तिके रहने या पाये जाने पर अल्प
शक्तिका पाया जाना तो सहज (स्वाभाविक) ही है ।
इस प्रकारसे आत्म-शक्तिको जब कि स्वर्ग-सुखोंका कारण बतला दिया गया, तब
આ જ અર્થને દ્રષ્ટાન્ત દ્વારા સ્પષ્ટ કરીને કહે છે – (य इत्यादि.....)
જે એટલે ભારવાહક લઈ જાય છે; શું? પોતાને ઊંચકવાનો ભાર. ક્યાં સુધી?
બે કોશ સુધી. કેવી રીતે? શીઘ્ર – જલદી; તે શું પોતાના ભારને અર્ધો કોશ લઈ જતાં ખેદ
પામશે? નહિ ખેદ પામે – એવો અર્થ છે, કારણ કે મહા શક્તિમાં અલ્પ શક્તિનો (સમાવેશ)
સારી રીતે ઘટે છે – (અર્થાત્ મહાશક્તિવાળાને અલ્પશક્તિ સહજ હોય છે).
ભાવાર્થ : — જે શુદ્ધોપયોગરૂપ આત્મપરિણામમાં મોક્ષસુખ પ્રાપ્ત કરવાનું સામર્થ્ય છે,
તે ભૂમિકામાં રહેલા શુભરાગથી સ્વર્ગાદિની પ્રાપ્તિ સહજ હોય છે. જે માણસ એક મણનો
બોજો બે કોશ લઈ જઈ શકે તેટલી તાકાતવાળો છે, તે શું તે બોજો અર્ધો કોશ લઈ જતાં
થાકી જશે? નહિ જ થાકે; તેવી રીતે જે જીવે પૂર્ણતાના લક્ષે – મોક્ષસુખ માટે પુરુષાર્થ આદર્યો
છે, તેને શું સ્વર્ગાદિની પ્રાપ્તિ મુશ્કેલ છે? ના; તે સુલભ જ છે.
જે જીવ ચરમશરીરી છે, એટલે કે તે ભવે જ મોક્ષ પ્રાપ્ત કરવાની લાયકાતવાળો
છે, તો આત્મધ્યાનાદિના ઉગ્ર પુરુષાર્થ દ્વારા મોક્ષ સુખ પામે છે, પરંતુ જે જીવો
અચરમશરીરી છે — એટલે કે તે ભવે મોક્ષ પ્રાપ્ત કરી શકે તેમ નથી, તેઓ અરિહંત
સિદ્ધરૂપે પોતાના આત્માનું ધ્યાન કરી તે ભૂમિકામાં જે પુણ્ય ઉપાર્જન કરે છે, તેના
ફળસ્વરૂપ તેમને સ્વર્ગ – ચક્રવર્ત્યાદિની વિભૂતિ પ્રાપ્ત થાય છે. એ રીતે આત્મધ્યાનાદિથી
ભુક્તિ અને મુક્તિની પ્રાપ્તિ થાય છે. ૪
એ રીતે આત્મભક્તિમાં સ્વર્ગગતિનું પણ સાધનપણું છે એવું સમર્થન કરવામાં