૧૪ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
पृच्छति — स्वर्गे गतानां किं फलमिति स्पष्टं गुरूत्तरयति —
हृषीकजमनातङ्कं दीर्घकालोपलालितम् ।
नाके नाकौकसां सौख्यं नाके नाकौकसामिव ।।५।।
टीका — वत्स ! अस्ति, किं तत् ? सौख्यं शर्म । केषां ? नाकौकसां देवानां, न पुनः
स्वर्गेऽपि जातानामेकेन्द्रियाणां । क्व वसतां ? नाके स्वर्गे, न पुनः क्रीडादिवशाद्रमणीयपर्वतादौ ।
शिष्य पुनः कुतुहूलकी निवृत्तिके लिए पूछता है, कि ‘‘स्वर्गमें जानेवालोंको क्या फल मिलता
है ?’’ ।।४।।
इन्द्रियजन्य निरोगमय, दीर्घकाल तक भोग्य ।
स्वर्गवासि देवानिको, सुख उनही के योग्य ।।५।।
अर्थ — स्वर्गमें निवास करनेवाले जीवोंको स्वर्गमें वैसा ही सुख होता है, जैसा कि
स्वर्गमें रहनेवालों (देवों)को हुआ करता है, अर्थात् स्वर्गमें रहनेवाले देवोंका ऐसा अनुपमेय
(उपमा रहित) सुख हुआ करता है, कि उस सरीखा अन्य सुख बतलाना कठिन ही है । वह
सुख इन्द्रियोंसे पैदा होनेवाला, आंतकसे रहित और दीर्घ काल तक बना रहनेवाला होता है ।
આવતાં શિષ્ય તેના ફળની જિજ્ઞાસાથી ગુરુને પૂછે છે — ‘‘સ્વર્ગે જનારાઓને શું ફળ મળે
છે?’’
આચાર્ય તેનો સ્પષ્ટ રીતે ઉત્તર આપતાં કહે છેઃ —
ઇન્દ્રિયજન્ય નિરામયી, દીર્ઘકાલ તક ભોગ્ય,
ભોગે સુરગણ સ્વર્ગમાં, સૌખ્ય સુરોને યોગ્ય. ૫
અન્વયાર્થ : — [नाके नाकौकसाम् ] સ્વર્ગમાં વસનાર દેવોને જે [सौख्यं ] સુખ હોય
છે તે [नाके नाकौकसाम् इव ] સ્વર્ગમાં રહેલા દેવોના જેવું [हृषीकजं ] ઇન્દ્રિયજનિત,
[अनातङ्कं ] આતંક (શત્રુઆદિ દ્વારા ઉત્પન્ન થનાર દુઃખ) રહિત, [दीर्घकालोपलालितं ] દીર્ઘ
કાલ સુધી (તેત્રીસ સાગર પર્યંત) ભોગવવામાં આવે તેવું હોય છે.
ટીકા : — હે વત્સ! છે. શું તે? સુખ – શર્મ, કોને (છે)? સ્વર્ગમાં વસતા દેવોને,
નહિ કે સ્વર્ગમાં પણ ઉત્પન્ન થયેલા એકેન્દ્રિય જીવોને; ક્યાં વસતા? સ્વર્ગમાં, નહિ કે
ક્રીડાદિકના કારણે રમણીય પર્વતાદિમાં (વસતા). શું તે અતીન્દ્રિય (સુખ) છે? (ઉત્તરમાં)
કહે છે – ‘ના’ ઇન્દ્રિયોથી ઉત્પન્ન થયેલું, ઇચ્છાની અનન્તર ઇન્દ્રિયો દ્વારા ઉપસ્થિત થયેલું