૨૬ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
टीका — प्रपद्यते । कोऽसौ ? मूढः स्वपरविवेकज्ञानहीनः पुमान् । कानि, वपुर्गृहादीनि
वस्तूनि । किंविशिष्टानि ? स्वानि स्वश्चात्मा स्वानि चात्मीयानि स्वानि । एकशेषाश्रयणादेकस्य
स्वशब्दस्य लोपः । अयमर्थो दृढतममोहाविष्टो देहादिकमात्मानं प्रपद्यते — आत्मत्वेनाभ्युपगच्छति ।
दृढतरमोहाविष्टश्च आत्मीयत्वेन । किं विशिष्टानि सन्ति स्वानि प्रपद्यत इत्याह ।
सर्वथान्यस्वभावानि — सर्वेण द्रव्य – क्षेत्र – काल – भाव लक्षणेन प्रकारेण स्वस्वभावादन्यो भिन्नः
स्वभावो येषां तानि । किं किमित्याह – वपुः शरीरं तावदचेतनत्वादिस्वभावं प्रसिद्धमस्ति । एवं गृहं
धनं दारा भार्याः पुत्राः आत्मजाः मित्राणि सुह्रदः शत्रवोऽमित्राः ।
लिए हुए पर-अन्य हैं, परन्तु मूढ़ प्राणी मोहनीयकर्मके जालमें फसकर इन्हें आत्माके समान
मानता है ।
विशदार्थ — स्व और परके विवेकज्ञानसे रहित पुरुष शरीर आदिक पर पदार्थोंको
आत्मा व आत्माके स्वरूप ही समझता रहता है । अर्थात् दृढ़तम मोहसे वश प्राणी
देहादिकको (जो कि द्रव्य, क्षेत्र, काल, भाव लक्षणरूप हरेक प्रकारसे आत्मस्वभावसे भिन्न
स्वभाववाले हैं) ही आत्मा मानता है और दृढ़तर मोहवाला प्राणी, उन्हीं व वैसे ही
शरीरादिकको आत्मा नहीं, अपि तु आत्माके समान मानता रहता है ।।८।।
[मित्राणि ] મિત્રો, [शत्रवः ] શત્રુઓ [सर्वथा अन्य स्वभावानि ] સર્વથા (ચૈતન્યસ્વભાવથી) ભિન્ન
સ્વભાવવાળાં છે, [किन्तु ] છતાં [मूढः ] અજ્ઞાની જીવ [तानि ] તેમને [स्वानि ] પોતાનાં
[प्रपद्यते ] માને છે.
ટીકા : — માને છે (સમજે છે). કોણ તે? મૂઢ અર્થાત્ સ્વ – પરના વિવેકજ્ઞાનથી
રહિત પુરુષ, કોને (માને છે)? શરીર, ગૃહ આદિ વસ્તુઓને; કેવા પ્રકારની (માને છે)?
પોતાની (માને છે). સ્વ એટલે નિજ આત્મા, स्वानि એટલે આત્મીય સ્વ. [એકશેષ સમાસને
લીધે એક ‘સ્વ’ શબ્દનો લોપ થયો છે]. આનો અર્થ એ છે કે – દ્રઢતમ મોહથી આવિષ્ટ
(મોહાભિભૂત) પ્રાણી દેહાદિકને આત્મા માને છે, એટલે કે તેમને આત્મસ્વરૂપ સમજે છે
અને દ્રઢત્તર મોહથી આવિષ્ટ પ્રાણી (તેમને) આત્મીય (એટલે આત્માનાં) માને છે.
(શિષ્ય) પૂછે છે — કેવા પ્રકારની વસ્તુઓને પોતાની માને છે? સર્વથા (સર્વ પ્રકારે)
અન્ય (ભિન્ન) સ્વભાવવાળી (વસ્તુઓને) — અર્થાત્ દ્રવ્ય – ક્ષેત્ર – કાળ – ભાવરૂપ સર્વ પ્રકારે
સ્વ – સ્વભાવથી અન્ય એટલે ભિન્ન જેનો સ્વભાવ છે તેવી (વસ્તુઓને). વળી પૂછ્યું, ‘‘કઈ
કઈ (વસ્તુઓ)’’ પ્રથમ તો વપુ એટલે શરીર જે અચેતનત્વાદિ સ્વભાવવાળું પ્રસિદ્ધ છે તે,
તેમ જ ઘર, ધન, દારા, સ્ત્રી (ભાર્યા), પુત્રો (આત્મજો), મિત્રો (સુહૃદો) અને શત્રુઓ
(અમિત્રો) વગેરે.