કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૨૭
उत्थानिका — शरीर आदिक पदार्थ जो कि मोहवान् प्राणीके द्वारा उपकारक एवं
हितू समझे जाते हैं, वे सब कैसे हैं, इसको आगे श्लोकमें उल्लिखित दृष्टांत द्वारा दिखाते
हैं : —
ભાવાર્થ : – સ્વ – પરના ભેદવિજ્ઞાનથી રહિત મૂઢ જીવો, દ્રવ્ય – ક્ષેત્ર – કાળ – ભાવરૂપે
આત્મસ્વભાવથી સર્વથા ભિન્ન સ્વભાવવાળાં જે શરીર, ઘર, ધન, સ્ત્રી, પુત્ર, મિત્ર આદિ
પદાર્થો છે; તેમને સ્વ તથા આત્મીય (સ્વીય) – પોતાનાં માને છે.
અસદ્ભૂત વ્યવહારનયે આ બધાં, જીવનાં કહેવામાં આવે છે એટલે કે એ બધાંનો
સંયોગ જીવને છે ખરો, પણ તે જીવથી સર્વથા ભિન્ન છે; તે દર્શાવવા માટે પ્રસ્તુત મૂળ
ગાથામાં તેમ જ ટીકામાં સર્વથા શબ્દ વાપર્યો છે.
આ રીતે મૂઢ જીવો પોતાના આત્મસ્વભાવથી સર્વથા ભિન્ન સ્વભાવવાળા પદાર્થોમાં
આત્મબુદ્ધિ અને આત્મીયબુદ્ધિ કરી દુઃખી થાય છે.
સમાધિતંત્ર — શ્લોક ૫૬માં પણ કહ્યું છે કે —
अनात्मीयात्मभूतेषु ममाहमिति जाग्रति ।
અજ્ઞાની જીવ, અનાત્મીયભૂત એટલે આત્મીય નહિ એવાં સ્ત્રી – પુત્રાદિકમાં, ‘એ મારાં
છે’ અને અનાત્મભૂત એટલે આત્મભૂત નહિ એવા શરીરાદિકમાં, ‘એ હું છું’ એવો
અધ્યવસાય (વિપરીત માન્યતા) કરે છે. ૮
અહીં, હિતવર્ગને ઉદ્દેશીને દ્રષ્ટાન્ત છે.
અહીં, એટલે શરીરાદિ મધ્યે જે હિતકારક એટલે ઉપકારક સ્ત્રી આદિનો વર્ગ એટલે
ગણ (સમૂહ) છે, તેમને ઉદ્દેશીને એટલે તેમને વિષય કરીને (તે કેવાં છે તે સમજાવવા
માટે) અમે દ્રષ્ટાન્ત એટલે ઉદાહરણ આપીએ છીએ. તે આ પ્રમાણે છે —
[શરીરાદિ પદાર્થો જેને મોહવાન પ્રાણી ઉપકારક વા હિતકારક માને છે, તે બધા
કેવા છે તે દ્રષ્ટાંત દ્વારા આચાર્ય સમજાવે છે.]
अत्र हितवर्गमुद्दिश्य दृष्टान्तः ।
अत्रैतेषु वपुरादिषु मध्ये हितानामुपकारकाणां दारादीनां वर्गो गणस्तमुद्दिश्य विषयीकृत्य
दृष्टान्त उदाहरणं प्रदर्श्यते । अस्माभिरिति शेषः ।
तद्यथा —