૪૦ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
पुनः शिष्य एवाह — ‘न हि सर्वे विपद्वन्तः ससंपदोपि दृश्यन्त इति’ भगवन् ! समस्ता
अपि संसारिणो न विपत्तियुक्ताः सन्ति सश्रीकाणामपि केषांचिद् दृश्यमानत्वादिति ।
अत्राह —
दुरर्ज्येनासुरक्ष्येण नश्वरेण धनादिना ।
स्वस्थंमन्यो जनः कोऽपि ज्वरवानिव सर्पिषा ।।१३।।
फि र शिष्यका कहना है कि, भगवन् ! सभी संसारी तो विपत्तिवाले नहीं हैं, बहुतसे
सम्पत्तिवाले भी दिखनेमें आते हैं । इसके विषयमें आचार्य कहते हैं : —
कठिन प्राप्त संरक्ष्य ये, नश्वर धन पुत्रादि ।
इनसे सुखकी कल्पना, जिमि घृतसे ज्वर व्याधि ।।१३।।
તેથી, દુઃખના કારણભૂત અનેક વિપત્તિઓ નિરંતર આવતી હોવાથી સંસાર અવશ્ય
વિનાશ કરવા યોગ્ય છે. એમ તું જાણ.
ભાવાર્થ : — સંસાર ઘટીયંત્ર જેવો છે. ઘટીયંત્રને તેની પાટલીઓ ઉપર પગ મૂકી ગોળ
ગોળ ચલાવવામાં આવે છે. પગથી એક પાટલી દૂર કરાય કે તરત જ બીજી પાટલીઓ એક
પછી એક યંત્ર ચલાવનારની સામે ઉપસ્થિત (હાજર) થાય છે, તેમ સંસારમાં એક વિપત્તિ
(આપદા) દૂર કરાય કે તરત જ બીજી અનેક વિપત્તિઓ તેની સામે હાજર જ થાય છે.
માટે સંસાર અવશ્ય નાશ કરવા યોગ્ય છે. સંસાર પ્રત્યેની રુચિનો ત્યાગ થતાં અર્થાત્
તેના તરફ ઉપેક્ષાબુદ્ધિ થતાં સંસારનો અભાવ થઈ જાય છે. પર પદાર્થો પ્રત્યે મમત્વભાવ,
અહંભાવ, કર્તૃત્વભાવ તથા રાગ દ્વેષાદિરૂપ ભાવ — એ આંતરિક સંસાર છે, – અજ્ઞાનતાએ
ઊભો કરેલો સંસાર છે. આત્મસ્વભાવની સન્મુખતાએ તેનો નાશ થતાં બાહ્ય સંયોગરૂપ
સંસારનો પણ સ્વયં અભાવ થઈ જાય છે. ૧૨.
ફરીથી શિષ્ય જ બોલે છે — ‘ભગવન્! બધાય વિપત્તિવાળા હોતા નથી,
સમ્પત્તિવાળા (સુખી) પણ જોવામાં આવે છે — અર્થાત્ બધાય સંસારીઓ વિપત્તિવાળા
(દુઃખી) હોતા નથી, કારણ કે કેટલાક લક્ષ્મીવાળા (સુખી) લોક પણ જોવામાં આવે છે.’
તેના ઉત્તરમાં આચાર્ય કહે છે —
જ્વર – પીડિત જ્યમ ઘી વડે, માને નિજને ચેન,
કષ્ટ – સાધ્ય ધન આદિથી, માને મૂઢ સુખ તેમ. ૧૩.