૪૪ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
टीका — नेक्षते न पश्यति कोऽसौ ? मूढो धनाद्यासक्त्या लुप्तविवेको लोकः । कां ?
विपत्तिं चौरादिना क्रियमाणां धनापहाराद्यापदां । कस्य ? आत्मनः स्वस्य । केषामिव, परेषामिव
यथा इमे विपदा आक्रम्यन्ते तथाहमप्याक्रन्तव्य इति न विवेचयतीत्यर्थः । क इव ? प्रदह्यमानैः
दावानलज्वालादिभिर्भस्मीक्रियमाणैर्मृगैर्हरिणादिभिराकीर्णस्य संकुलस्य वनस्यांतरे मध्ये वर्तमानं तरुं
वृक्षमारूढो जनो यथा आत्मनो मृगाणामिव विपत्तिं न पश्यति ।
वृक्ष पर बैठे हुए मनुष्यकी तरह यह संसारी प्राणी दूसरोंकी तरह अपने ऊपर आनेवाली
विपत्तियोंका ख्याल नहीं करता है ।
विशदार्थ — धनादिकमें आसक्ति होनेके कारण जिसका विवेक नष्ट हो गया है,
ऐसा यह मूढ़ प्राणी चोरादिकके द्वारा की जानेवाली, धनादिक चुराये जाने आदिरूप अपनी
आपत्तिको नहीं देखता है, अर्थात् वह यह नहीं ख्याल करता कि जैसे दूसरे लोग
विपत्तियोंके शिकार होते हैं, उसी तरह मैं भी विपत्तियोंका शिकार बन सकता हूँ । इस
वनमें लगी हुई यह आग इस वृक्षको और मुझे भी जला देगी । जैसे ज्वालानलकी
ज्वालाओंसे जहाँ अनेक मृगगण झुलस रहे हैं – जल रहे हैं, उसी वनके मध्यमें मौजूद वृक्षके
ऊपर चढ़ा हुआ आदमी यह जानता है कि ये तमाम मृगगण ही घबरा रहे हैं – छटपटा
रहे हैं, एवं मरते जा रहे हैं, इन विपत्तियोंका मुझसे कोई सम्बन्ध नहीं है, मैं तो सुरक्षित
हूँ । विपत्तियोंका सम्बन्ध दूसरोंकी सम्पत्तियोंसे है, मेरी सम्पत्तियोंसे नहीं है ।।१४।।
ટીકા : — દેખતો નથી – જોતો નથી. કોણ તે? મૂઢ અર્થાત્ ધનાદિની આસક્તિથી
વિવેકહીન બનેલો લોક. કોને (દેખતો નથી)? વિપત્તિને – અર્થાત્ ચોર વગેરેથી કરવામાં
આવતી ધન – અપહરણ આદિરૂપ આપદાને. કોની? આત્માની – પોતાની. કોની માફક?
બીજાઓની માફક. જેમ આ (મૃગો) આપદાથી (સંકટથી) ઘેરાઈ ગયાં છે, તેમ હું પણ
(વિપત્તિથી) ઘેરાઈ જઈશ (વિપત્તિનો ભોગ બનીશ) એમ તે ખ્યાલ કરતો નથી – એવો અર્થ
છે. કોની માફક? બળી જતા – દાવાનલની જ્વાળાઓથી ભસ્મીભૂત બનતા — મૃગોથી –
હરિણાદિથી ભરેલા વનની મધ્યમાં આવેલા વૃક્ષ ઉપર બેઠેલા મનુષ્યની માફક; તે (મનુષ્ય)
મૃગોની વિપત્તિની જેમ પોતાની વિપત્તિને દેખતો નથી.
ભાવાર્થ : — મૃગ આદિ અનેક પ્રાણીઓથી ભરેલા વનમાં આગ લાગતાં, તેનાથી
બચવા માટે કોઈ માણસ વનની મધ્યમાં આવેલા વૃક્ષ ઉપર ચઢીને બેસે છે અને અગ્નિની
જ્વાળાઓથી ભસ્મીભૂત બનતાં પ્રાણીઓને નીહાળે છે. તે વખતે એમ ધારે છે કે, ‘હું તો
વૃક્ષ ઉપર સહીસલામત છું.’ અગ્નિ મને નુકશાન કરશે નહિ; પરંતુ તે અજ્ઞાનીને ખબર
નથી કે અગ્નિ થોડી વારમાં વૃક્ષને અને તેને પણ ભરખી જશે. એ પ્રમાણે મૂઢ જીવ,