૪૬ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
टीका — वर्तते । किं तद्धनं । किं विशिष्टं ? इष्टमभिमतं । कथं, सुतरां अतिशयेन
कस्माज्जीवितात्प्राणेभ्यः । केषां ? धनिनां, किं कुर्वंतां ? वाञ्छतां । कं, निर्गमं अतिशयेन गमनं ।
कस्य, कालस्य । किं विशिष्टं ? आयुरित्यादि । आयुः क्षयस्य वृद्धयुत्कर्षस्य च कालान्तरवर्द्धनस्य
कारणम् अयमर्थो, धनिनां तथा जीवितव्यं नेष्टं यथा धनं । कथमन्यथा जीवितक्षयकारणमपि
धनवृद्धिहेतुं कालनिर्गमं वाञ्छन्ति अतो ‘धिग्धनम्’ एवंविधव्यामोहहेतुत्वाद् ।
विशदार्थ — मतलब यह है कि धनियोंको अपना जीवन उतना इष्ट नहीं, जितना
कि धन । धनी चाहता है कि जितना काल बीत जाएगा, उतनी ही ब्यातकी आमदानी बढ़
जाएगी । वह यह ख्याल नहीं करता कि जितना काल बीत जाएगा उतनी ही मेरी आयु
(जीवन) घट जाएगी । वह धनवृद्धिके ख्यालमें जीवन (आयु) विनाशकी ओर तनिक भी
लक्ष्य नहीं देता । इसलिए मालूम होता है कि धनियोंको जीवन (प्राणों) की अपेक्षा धन
ज्यादा अच्छा लगता है । इस प्रकारके व्यामोहका कारण होनेसे धनको धिक्कार है ।।१५।।
[वाञ्छतां धनिनाम् ] એમ ઇચ્છતા ધનિકોને [जीवितात् ] પોતાના જીવન કરતાં [धनं ] ધન
[सुतरां ] અતિશય (ઘણું જ) [इष्टं ] (વહાલું) હોય છે.
ટીકા : — હોય છે. શું તે? ધન. કેવું (હોય છે)? ઇષ્ટ – પ્રિય. કેવી રીતે? બહુ
જ – અતિશયપણે; કોનાથી? પોતાના જીવનની – પ્રાણથી, કોને (વહાલું હોય છે)? ધનિકોને.
શું કરતા? ઇચ્છતા. શું (ઇચ્છતા)? નિર્ગમનને – અતિશયપણે ગમનને, કોના (ગમનને)?
કાલના. કેવા પ્રકારનું? આયુ ઇત્યાદિ. (કાલનું ગમન તે) આયુક્ષયનું કારણ અને વૃદ્ધિ
(વ્યાજ)ના ઉત્કર્ષનું કારણ છે અર્થાત્ કાલનું અન્તર (વ્યાજની આમદાનીમાં) વૃદ્ધિનું કારણ
છે – એવો અર્થ છે. ધનિકોને જેવું ધન ઇષ્ટ (વહાલું) હોય છે તેવું જીવિતવ્ય ઇષ્ટ હોતું
નથી. નહિ તો જીવનના ક્ષયનું કારણ હોવા છતાં ધનવૃદ્ધિના કારણરૂપ કાલનિર્ગમનને તેઓ
કેમ ઇચ્છે? માટે ધન આવા વ્યામોહનું કારણ હોવાથી તેને ધિક્કાર હો!
ભાવાર્થ : — જેમ જેમ કાલ વ્યતીત થાય છે તેમ તેમ આયુ ઓછું થતું જાય છે,
પણ તે કાલનું અન્તર ધનિકને વ્યાજ વગેરેની આમદાનીમાં વધારો કરવાનું કારણ બને છે,
તેથી તેને (કાલગમનને) તે ઉત્કર્ષનું (આબાદીનું) કારણ ગણે છે.
જે ધનિકો લોભવશ વ્યાજ વગેરેની કમાણી કરવા માટે કાલનું નિર્ગમન ઇચ્છે છે
તેઓ પોતાના જીવન કરતાં ધનને વધારે વહાલું ગણે છે, કારણ કે તેઓ એમ સમજે છે
કે કાલના નિર્ગમનથી જેમ દિવસો વધશે તેમ વ્યાજ વગેરે વધશે, પણ તેટલા દિવસો તેમના
આયુમાંથી ઓછા થશે તેનું તેમને ભાન હોતું નથી. તેઓ ધનવૃદ્ધિના લોભમાં પોતાના