કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૫૭
वर्तते । कोऽसौ, सःकायःशरीरम् । किंविशिष्टः ? संततापायः नित्यक्षुधाद्युपतापः । स
क, इत्याह — यत्संगे येन कायेन सह संबन्धं प्राप्य लब्ध्वा शुचीन्यपि पवित्ररम्याण्यपि
भोजनवस्त्रादिवस्तुन्यशुचीनि भवन्ति यतश्चैवं ततस्तदर्थं तं संततापायं कायं शुचिवस्तुभिरुपकर्तुं
प्रार्थना आकाङ्क्षा तेषामेव वृथा व्यर्था केनचिदुपायेन निवारितेऽपि एकस्मिन्नपाये क्षणे
क्षणेऽपरापरापायोपनिपातसम्भवात् ।
पुनरप्याह शिष्य : — ‘तर्हि धनादिनाप्यात्मोपकारो भविष्यतीति ।’ भगवन् !
विशदार्थ — जिस शरीरके साथ सम्बन्ध करके पवित्र एवं रमणिक भोजन, वस्त्र
आदिक पदार्थ अपवित्र घिनावने हो जाते हैं, ऐसा वह शरीर हमेशा भूख, प्यास आदि
संतापोंकर सहित है । जब वह ऐसा है तब उसको पवित्र अच्छे-अच्छे पदार्थोंसे भला
बनानेके लिये आकांक्षा करना व्यर्थ है, कारण कि किसी उपायसे यदि उसका एकाध अपाय
दूर भी किया जाय तो क्षण – क्षणमें दूसरे – दूसरे अपाय आ खड़े हो सकते हैं ।।१८।।
उत्थानिका — फि र भी शिष्यका कहना है कि भगवन् कायके हमेशा अपायवाले
ટીકા : — વર્તે છે. કોણ તે? તે કાય – શરીર. કેવું (શરીર)? સતત (હંમેશા)
બાધાવાળું અર્થાત્ નિત્ય ક્ષુધાદિ બાધાવાળું છે. (શિષ્ય) પૂછે છે — ‘‘તે કોણ છે?’’ જેના
સંગે અર્થાત્ જે શરીરની સાથે સંબંધ કરીને (પામીને) પવિત્ર તથા રમણીય ભોજન, વસ્ત્રાદિ
વસ્તુઓ પણ અપવિત્ર થઈ જાય છે. એમ છે તેથી તેને માટે અર્થાત્ તે સતત બાધાવાળી
કાયા ઉપર પવિત્ર વસ્તુઓથી ઉપકાર કરવા માટે પ્રાર્થના એટલે આકાંક્ષા (કરવી) વૃથા
એટલે વ્યર્થ છે, કારણ કે કોઈ ઉપાયથી એકાદ બાધા દૂર કરવામાં આવે, છતાં પ્રતિક્ષણ
(ક્ષણ – ક્ષણ) બીજી બીજી બાધાઓ આવી પડે તેવી સંભાવના છે.
ભાવાર્થ : — શરીર પ્રત્યેનો રાગ હંમેશાં સંતાપજનક છે, કારણ કે તેના અંગે ક્ષુધા –
તૃષાદિ અનેક વેદનાઓ ઉત્પન્ન થાય છે, તે રોગનું ઘર છે અને પવિત્ર તથા સુંદર ભોજન –
વસ્ત્રાદિ વસ્તુઓ પણ તેના સંપર્કથી મલિન, દુર્ગંધિત અને અપવિત્ર થઈ જાય છે.
આવા ઘૃણિત શરીરને સારું રાખવાની દ્રષ્ટિએ ભોગોપભોગની સામગ્રીની ઇચ્છા કરવી તે
નિરર્થક છે.
વાસ્તવમાં શરીરાદિ સંતાપનું કારણ નથી, પરંતુ તેના પ્રત્યેનો મમત્વભાવ એકતાબુદ્ધિ
તે જ સંતાપનું ખરું કારણ છે. જેને શરીર પ્રત્યે મમત્વભાવ નથી, તેને શરીરને સારું
રાખવાની બુદ્ધિએ ભોગોપભોગની સામગ્રીની ચિંતા કે ઇચ્છા રહેતી નથી. ૧૮.
ફરીથી શિષ્ય કહે છે – ત્યારે ધનાદિથી પણ આત્માનો ઉપકાર થશે, અર્થાત્ ભગવન્!