૬૦ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
अत्राह शिष्यः । तर्हि कायस्योपकारश्चिन्त्यते इति भगवन् ! यद्येवं तर्हि ‘शरीरमाद्यं खलु
धर्मसाधनम्’ इत्यभिधानात्तस्यापायनिरासाय यत्नः क्रियते । न च कायस्यापायनिरासो दुष्कर इति
वाच्यम् । ध्यानेन तस्यापि सुकरत्वात् । तथा चोक्तम् [तत्त्वानुशासने ] —
‘‘यदात्रिकं फलं किंचित्फलमामुत्रिकं च यत् ।
एतस्य द्विगुणस्यापि ध्यानमेवाग्रकारणम्’’ ।।२१७।।
‘झाणस्स ण दुल्लहं किंपीति च’ — अत्र गुरुः प्रतिषेधमाह तन्नेति । ध्यानेन
कायस्योपकारो न चिन्त्य इत्यर्थः ।
सेवनका मुख्य साधन-सहारा है । इतना ही नहीं, उसमें यदि रोगादिक हो जाते हैं, तो
उनके दूर करनेके लिये प्रयत्न भी किये जाते हैं । कायके रोगादिक अपायोंका दूर किया
जाना मुश्किल भी नहीं है, कारण कि ध्यानके द्वारा वह (रोगादिकका दूर किया जाना)
आसानीसे कर दिया जाता है, जैसा कि तत्त्वानुशासनमें कहा है — ‘‘यत्रादिकं फलं
किंचित्० ।।१९।।
जो इस लोक सम्बन्धि फल हैं, या जो कुछ परलोक सम्बन्धी फल हैं, उन दोनों ही
फलोंका प्रधान कारण ध्यान ही है । मतलब यह है कि ‘‘झाणस्स ण दुल्लहं किं पीति च’’
ध्यानके लिये कोई भी व कुछ भी दुर्लभ नहीं है, ध्यानसे सब कुछ मिल सकता है । इस विषयमें
आचार्य निषेध करते हैं, कि ध्यानके द्वारा कायका उपकार नहीं चिंतवन करना चाहिए —
માટે સમજવું કે ધનાદિક દ્વારા જીવને લેશમાત્ર ઉપકાર થતો નથી, જીવનો ઉપકાર
તો નિશ્ચય આત્મધર્મથી જ થાય છે. ૧૯.
અહીં શિષ્ય કહે છે — ત્યારે શરીરના ઉપકાર સંબંધી વિચાર કરવામાં આવે છે,
ભગવન્! જો એમ હોય તો, ‘શરીર ખરેખર ધર્મનું આદ્ય સાધન છે’ — એ કથનથી તેનો
(રોગાદિથી) નાશ થતો અટકાવવાને પ્રયત્ન કરવામાં આવે છે અને શરીરના (રોગાદિક)
અપાયોને (બાધાઓને) દૂર કરવા પણ મુશ્કેલ નથી – એમ વાચ્ય છે, કારણ કે ધ્યાન દ્વારા તે
(રોગાદિકનું દૂર કરવું) સહેલાઈથી કરાય છે; તથા ‘तत्त्वानुशासन’ શ્લોક ૨૧૭માં કહ્યું છે કે —
‘જે આ લોક સંબંધી ફળ છે અને જે પરલોક સંબંધી ફળ છે – તે બંને ફળોનું પ્રધાન
કારણ ધ્યાન જ છે.’ ‘ધ્યાનને માટે કાંઈપણ દુર્લભ નથી.’
આ વિષયમાં આચાર્ય નિષેધ કરી કહે છે — ‘તેમ નથી; ધ્યાન દ્વારા શરીરનો ઉપકાર
ચિંતવવો જોઈએ નહિ’ — એવો અર્થ છે.