૬૬ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
કરી (એકમેક થઈ) જાણતા નથી. જો તેઓ એકતા કરી જાણે તો તેઓ અન્ય જીવોના રાગ –
દ્વેષના કર્તા અને તે જીવોના સુખ – દુઃખના ભોક્તા થાય – જે કદી બને નહિ.
દર્પણની જેમ આત્મામાં (જ્ઞાનમાં) એવી નિર્મળતા છે કે ત્રણ લોકના સર્વ પદાર્થો
તેમાં પ્રતિબિંબિત થાય છે. તેથી પોતાના આત્માને જાણતાં બધા પદાર્થો તેમાં જણાઈ જાય
છે.
કેવળજ્ઞાનની એક સમયની પર્યાય, ત્રણ લોકના અનંત પદાર્થો, તેમના પ્રત્યેકના
અનંત – અનંત ગુણો અને દરેક ગુણની ત્રિકાલવર્તી અનંત – અનંત પર્યાયોને, યુગપત્ (એકી
સાથે) જેમ છે તેમ જાણે છે; અર્થાત્ જે દ્રવ્યની જે પર્યાય જે કાલે જે ક્ષેત્રે થઈ ગઈ હોય,
થવાની હોય અને થતી હોય તેમ જ તે તે પર્યાયોને અનુકૂળ જે જે બાહ્ય નિમિત્તો હોય,
તે બધાંને કેવળી ભગવાન એકી સાથે જેમ છે તેમ જાણે છે. એવું તેમના જ્ઞાનનું અચિન્ત્ય
સામર્થ્ય છે.
સર્વજ્ઞની શક્તિ વિષે શ્રી પ્રવચનસારમાં કહ્યું છે કેઃ —
‘‘.....હવે, એક જ્ઞાયકભાવનો સર્વ જ્ઞેયોને જાણવાનો સ્વભાવ હોવાથી, ક્રમે પ્રવર્તતા,
અનંત, ભૂત – વર્તમાન – ભાવિ વિચિત્ર પર્યાયસમૂહવાળાં, અગાધસ્વભાવ અને ગંભીર એવાં
સમસ્ત દ્રવ્યમાત્રને – જાણે કે તે દ્રવ્યો જ્ઞાયકમાં કોતરાઈ ગયાં હોય, ચીતરાઈ ગયાં હોય, દટાઈ
ગયાં હોય, ખોદાઈ ગયાં હોય, ડૂબી ગયાં હોય, સમાઈ ગયાં હોય, પ્રતિબિંબિત થયાં હોય એમ –
એક ક્ષણમાં જ જે (શુદ્ધ આત્મા) પ્રત્યક્ષ કરે છે......’’ (ગાથા ૨૦૦ – ટીકા)
‘‘તે (જીવાદિ) દ્રવ્ય જાતિઓના સમસ્ત વિદ્યમાન અને અવિદ્યમાન પર્યાયો,
તાત્કાલિક (વર્તમાન) પર્યાયોની માફક, વિશિષ્ટતાપૂર્વક (પોતપોતાના ભિન્ન – ભિન્ન સ્વરૂપે)
જ્ઞાનમાં વર્તે છે. (ગાથા – ૩૭)
‘‘જે (પર્યાયો) અદ્યાપિ ઉત્પન્ન થયા નથી તથા જે ઉત્પન્ન થઈને વિલય પામી ગયા
છે, તે (પર્યાયો) ખરેખર અવિદ્યમાન હોવા છતાં, જ્ઞાન પ્રતિ નિયત હોવાથી (જ્ઞાનમાં
નિશ્ચિત – સ્થિર – ચોંટેલાં હોવાથી, જ્ઞાનમાં સીધાં જણાતાં હોવાથી) જ્ઞાનપ્રત્યક્ષ વર્તતા થકા,
પત્થરના સ્તંભમાં કોતરાએલા ભૂત અને ભાવિ દેવોની (તીર્થંકરદેવોની) માફક પોતાનું સ્વરૂપ
અકંપપણે (જ્ઞાનને) અર્પતા એવા (તે પર્યાયો) વિદ્યમાન જ છે.’’ (ગાથા – ૩૮ ટીકા)
‘‘.....આ રીતે આત્માની અદ્ભૂત જ્ઞાનશક્તિ અને દ્રવ્યોની અદ્ભુત જ્ઞેયત્વશક્તિને
લીધે કેવળજ્ઞાનમાં સમસ્ત દ્રવ્યોના ત્રણે કાળના પર્યાયોનું એક જ સમયે ભાસવું અવિરુદ્ધ
છે.’’ (ગા. ૩૭ – ભાવાર્થ)