કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૬૭
अत्राह शिष्यः यद्येवमात्मास्ति तस्योपास्तिः कथमिति स्पष्टम् आत्मसेवोपायप्रश्नोऽयम् ।
यहाँ पर शिष्य कहता है कि यदि इस तरहका आत्मा है तो उसकी उपासना कैसे
की जानी चाहिए ? इसमें आत्मध्यान या आत्मभावना करनेके उपायोंको पूछा गया है ।
(૨) આત્મા અનંતસૌખ્યવાન છે એટલે કે આત્માના દ્રવ્યસ્વભાવમાં અતીન્દ્રિય
અનંત સુખ છે. આવું પરિપૂર્ણ સુખ સર્વજ્ઞ ભગવાનને જ હોય, ૧કારણ કે
(૧) ઘાતિકર્મોના અભાવને લીધે, (૨) પરિણામ (પરિણમન) કોઈ ઉપાધિ નહી હોવાથી
અને (૩) કેવળજ્ઞાન નિષ્કંપ – સ્થિર – અનાકુળ હોવાને લીધે, કેવળજ્ઞાન સુખસ્વરૂપ જ છે,
જોકે આત્માને સંસાર - અવસ્થામાં કર્મ સાથે સંબંધ હોવાથી તે ગુણ વિભાવરૂપ
પરિણમે છે, તે વાસ્તવિક સુખરૂપ પરિણમતો નથી, પરંતુ જ્યારે આત્મા ઘાતિકર્મથી સર્વથા
મુક્ત થાય છે અર્થાત્ સ્વાત્મોપલબ્ધિને પ્રાપ્ત કરે છે, ત્યારે તે ગુણનો પૂર્ણ વિકાસ થતાં
આત્મા અનંતસુખસ્વભાવરૂપ પરિણમે છે.
(૩) વ્યવહારનયથી આ જીવ નામકર્મપ્રાપ્ત દેહ પ્રમાણ છે, પરંતુ નિશ્ચયનયથી તે
લોકાકાશ પ્રમાણ અસંખ્યાતપ્રદેશી છે. જોકે વ્યવહારનયથી તે પ્રદેશોના સંકોચવિસ્તાર સહિત
છે. તોપણ સિદ્ધ અવસ્થામાં સંકોચ – વિસ્તારથી રહિત શરીર પ્રમાણે તેનો આકાર છે.૨
(૪) દ્રવ્યાર્થિકનયથી આત્મા ટંકોત્કીર્ણ જ્ઞાનના અખંડ સ્વભાવે ધ્રુવ છે — અવિનાશી
છે, પરંતુ પર્યાયાર્થિકનયે તે ઉત્પાદ – વ્યય સહિત છે, અર્થાત્ પ્રતિક્ષણ વિનાશિક છે.
(૫) આત્મા સ્વસંવેદનગમ્ય છે. ‘अहं अस्मि’ હું છું એવા અન્તર્મુખાકારરૂપથી જે
જ્ઞાન અથવા અનુભવ થાય છે, તેનાથી આત્માની સત્તા સ્વતઃસિદ્ધ થાય છે. જ્ઞાનીજનને
અન્તર્બાહ્ય જલ્પો અથવા સંકલ્પોનો પરિત્યાગ કરી આત્મસ્વરૂપનું આત્મા દ્વારા આત્મામાં જ
જે અનુભવ યા વેદન થાય છે, તે સ્વસંવેદન છે. આ સ્વસંવેદનની અપેક્ષાએ આત્મા પ્રત્યક્ષ
છે.
જ્યાં આત્મા જ જ્ઞેય અને આત્મા જ જ્ઞાયક હોય છે, ત્યાં ચૈતન્યની તે પરિણતિને
સ્વસંવેદન પ્રમાણ કહે છે. તેને આત્માનુભવ યા આત્મદર્શન પણ કહે છે. ૨૧.
અહીં શિષ્ય કહે છે કે જો આત્મા આવા પ્રકારનો છે, તો તેની ઉપાસના કેવી રીતે
કરવી જોઈએ? આત્મ – ઉપાસનાના ઉપાયનો આ પ્રશ્ન છે – એ સ્પષ્ટ છે.
૧. જુઓ, શ્રી પ્રવચનસાર – ગુ. આવૃત્તિ ગા. ૬૦ ભાવાર્થ.
૨. જુઓ, શ્રી પરમાત્મપ્રકાશક – ગા. ૪૩/
૨ ભાવાર્થ અને દ્રવ્યસંગ્રહ ગાથા – ૧૦.