૮૦ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
श्रूयतां चास्यैवार्थस्य संग्रहश्लोकः —
कटस्य कर्त्ताहमिति सम्बधः स्याद् द्वयोर्द्वयोः ।
ध्यानं ध्येयं यदात्मैव सम्बन्धः कीदृशस्तदा ।।२५।।
उपरिलिखित अर्थको बतलानेवाला और भी श्लोक सुनो —
‘कटका मैं कर्तार हूँ’ यह है द्विष्ठ सम्बन्ध ।
आप हि ध्याता ध्येय जहँ, कै से भिन्न सम्बन्ध ।।२५।।
अर्थ — ‘‘मैं चटाईका बनानेवाला हूँ’’ इस तरह जुदा – जुदा दो पदार्थोंमें सम्बन्ध
સાથે અબુદ્ધિપૂર્વક શુભ ભાવ હોય છે; તેમને શુદ્ધોપયોગના કારણે ઘાતિકર્મની નિર્જરા થાય
છે અને અબુદ્ધિપૂર્વકના શુભ ભાવને લીધે તેમને ઘાતિકર્મનો તથા અઘાતિની શુભકર્મપ્રકૃતિનો
ગુણસ્થાન અનુસાર બંધ થાય છે.
વીતરાગતા પ્રાપ્ત થયા પછી યોગથી માત્ર સાતાવેદનીય કર્મનો આસ્રવ થાય છે.
૧૪મા ગુણસ્થાનમાં તેમને કર્મોનો સંવર પરિપૂર્ણ થાય છે તથા સર્વ કર્મોની નિર્જરા ૧૪મા
ગુણસ્થાનને અંતે થાય છે. આ પ્રમાણે સિદ્ધયોગીની દશા હોય છે.
(૨) સાધ્યયોગી — મુખ્યપણે સાતમા ગુણસ્થાનવર્તી મુનિ સાધ્યયોગી કહેવાય છે.
જ્યારે તેઓ નિર્વિકલ્પ સ્વરૂપમાં લીન થાય છે ત્યારે જેટલા અંશે વીતરાગતા હોય છે તેટલા
અંશે ઘાતિકર્મનો બંધ થતો નથી, પરંતુ ત્યાં અબુદ્ધિપૂર્વક શુભભાવ હોવાથી તેટલા અંશે
ઘાતિકર્મનો તેમજ સાતાવેદનીયાદિ શુભકર્મનો બંધ થાય છે, પરંતુ અસાતાવેદનીયાદિ
અશુભકર્મનો બંધ થતો નથી.
ચોથા પાંચમા ગુણસ્થાને પણ ધર્મી જીવ કોઈ કોઈ વખતે નિર્વિકલ્પ ધ્યાનમાં હોય
છે અને ત્યારે તેને કર્મોના સંવર – બંધની વ્યવસ્થા ઉપર પ્રમાણે હોય છે. મુખ્યપણે ૪ – ૫ –
૬ ગુણસ્થાનોમાં સવિકલ્પ દશા હોય છે.
આ જ અર્થને બતાવનાર સંગ્રહ – શ્લોક સાંભળઃ —
‘ચટાઈનો કરનાર હું’, એ બેનો સંયોગ,
સ્વયં ધ્યાનને ધ્યેય જ્યાં, કેવો ત્યાં સંયોગ? ૨૫.
અન્વયાર્થ : — [अहं ] હું [कटस्य ] ચટાઈનો [कर्त्ता ] કર્તા છું [इति ] એ રીતે [द्वयोः