એક, બાદર એક, સૂક્ષ્મ એક, પર્યાપ્ત એક, અપર્યાપ્ત એક,
પ્રત્યેક નામકર્મ એક, એક સાધારણ નામકર્મ, સ્થિર નામકર્મ
એક, અસ્થિર નામ કર્મ એક, શુભ નામ કર્મ એક, અશુભ
નામ કર્મ એક, સુભગ નામ કર્મ એક, દુર્ભગ નામ કર્મ એક,
સુસ્વર નામ કર્મ એક, દુઃસ્વર નામ કર્મ એક, આદેય નામ
કર્મ એક, અનાદેય નામ કર્મ એક, યશકીર્તિ નામકર્મ એક,
અપયશઃકીર્તિ નામકર્મ એક, તીર્થંકર નામ કર્મ એક.
૧૬૬ પ્ર. ગતિ નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મ જીવનો આકાર નારકી, તિર્યંચ, મનુષ્ય
અને દેવના સમાન બનાવે.
૧૬૭ પ્ર. જાતિ કોને કહે છે?
ઉ. અવ્યભિચારી સદ્રશતાથી એકરૂપ કરવાવાળા
વિશેષને જાતિ કહે છે. અર્થાત્ તે સદ્રશધર્મવાળા પદાર્થોને
જ ગ્રહણ કરે છે.
૧૬૮ પ્ર. જાતિ નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય,
ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય કહેવાય.
૧૬૯ પ્ર. શરીર નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી આત્માના ઔદારિકાદિ શરીર
બને.
૧૭૦ પ્ર. નિર્માણ નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી અંગોપાંગની ઠીક ઠીક રચના
થાય, તેને નિર્માણકર્મ કહે છે.
૧૭૦ (ક) પ્ર. આંગોપાંગ નામકર્મ કોને કહે છે?
ઉ. ઔદારિક, વૈક્રિયિક, આહારક આંગોપાંગ, જેના
ઉદયથી અંગ – ઉપાંગોના ભેદ પ્રગટ થાય છે. (મસ્તક, પીઠ,
હૃદય, બાહુ, ઉદર, ઢીંચણ, હાથ – પગ તેને અંગ કહે છે.
કપાળ, નાસિકા, હોઠ આદિ ઉપાંગ છે).
(બૃ. દ્ર. સં. પા – ૪૮)
૧૭૧ પ્ર. બંધન નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી ઔદારિકાદિ શરીરોના
પરમાણુ પરસ્પર સંબંધને પ્રાપ્ત થાય, તેને બંધન નામકર્મ
કહે છે.
૩૮ ][ અધ્યાયઃ ૨શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૩૯