૧૭૨ પ્ર. સંઘાત નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી ઔદારિકાદિ શરીરનાં
પરમાણુ છિદ્રરહિત એકતાને પ્રાપ્ત થાય.
૧૭૩ પ્ર. સંસ્થાન નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી શરીરની આકૃતિ (સિકલ)
બને, તેને સંસ્થાન નામકર્મ કહે છે.
૧૭૪ પ્ર. સમચતુરસ્ર સંસ્થાન કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી શરીરની આકૃતિ ઉપર, નીચે
તથા મધ્યમાં સરખે ભાગે બને.
૧૭૫ પ્ર. ન્યગ્રોધપરિમંડલ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી જીવનું શરીર વડના વૃક્ષની
માફક હોય અર્થાત્ જેના નાભિથી નીચેના અંગ નાના અને
ઉપરના અંગ મોટા હોય.
૧૭૬ પ્ર. સ્વાતિ સંસ્થાન કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી નીચેનો ભાગ સ્થૂળ અથવા
મોટો હોય અને ઉપરનો ભાગ પાતળો (નાનો) હોય.
૧૭૭ પ્ર. કુબ્જક સંસ્થાન કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી કૂબડું શરીર હોય.
૧૭૮ પ્ર. વામન સંસ્થાન કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી શરીર ઘણું જ ઠીંગણું હોય.
૧૭૯ પ્ર. હુંડક સંસ્થાન કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી શરીરના અંગ, ઉપાંગ કોઈ
ખાસ આકારનાં ન હોય; (બેડોળ હોય).
૧૮૦ પ્ર. સંહનન નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી હાડના બંધનવિશેષ થાય, તેને
સંહનન નામકર્મ કહે છે.
૧૮૧ પ્ર. વજ્રર્ષભનારાચ સંહનન કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી વજ્રનાં હાડ, વજ્રના વેષ્ટન,
અને વજ્રનીજ ખીલીઓ હોય.
૧૮૨ પ્ર. વજ્રનારાચસંહનન કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી વજ્રના હાડ અને વજ્રની
ખીલીઓ હોય, પરંતુ વેષ્ટન વજ્રનું ન હોય.
૪૦ ][ અધ્યાયઃ ૨શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૪૧