Jain Siddhant Praveshika (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 25 of 110

 

background image
૧૮૩ પ્ર. નારાચ સંહનન કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી વેષ્ટન અને ખીલીઓ સહિત
હાડ હોય.
૧૮૪ પ્ર. અર્ધનારાચ સંહનન કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી હાડોની સંધિ અર્ધકીલિત
હોય.
૧૮૫ પ્ર. કીલક સંહનન કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી હાડની સંધિ પરસ્પર કીલિત
હોય.
૧૮૬ પ્ર. અસંપ્રાપ્તાસૃપાટિકા સંહનન કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી જુદા જુદા હાડ નસોથી
બંધાયેલા હોય, પણ પરસ્પર કીલિત ન હોય.
૧૮૭ પ્ર. વર્ણ નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી શરીરમાં રંગ હોય.
૧૮૮ પ્ર. ગંધ નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી શરીરમાં ગંધ હોય.
૧૮૯ પ્ર. રસ નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી શરીરમાં રસ હોય.
૧૯૦ પ્ર. સ્પર્શનામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી શરીરમાં સ્પર્શ હોય.
૧૯૧ પ્ર. આનુપૂર્વીનામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી આત્માના પ્રદેશ મરણના
પછી અને જન્મની પહેલાં રસ્તામાં અર્થાત્ વિગ્રહગતિમાં
મરણના પહેલાના શરીરના આકારે રહે.
૧૯૨ પ્ર. અગુરુલઘુ નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી શરીર, લોઢાના ગોળાની
માફક ભારે અને આકડાના રૂની માફક હલકું ન હોય.
૧૯૩ પ્ર. ઉપઘાત નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી પોતાનો ઘાત જ કરનાર અંગ
હોય, તેને ઉપઘાત નામકર્મ કહે છે.
૧૯૪ પ્ર. પરઘાત નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી બીજાનો ઘાત કરવાવાળા
અંગ ઉપાંગ હોય.
૪૨ ][ અધ્યાયઃ ૨શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૪૩