૧૯૫ પ્ર. આતાપ નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી આતાપરૂપ શરીર હોય.
જેમકેઃ – સૂર્યનું પ્રતિબિંબ.
૧૯૬ પ્ર. ઉદ્યોત નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી ઉદ્યોતરૂપ શરીર થાય.
૧૯૭ પ્ર. વિહાયોગતિ નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી આકાશ ગમન થાય; તેના
શુભ અને અશુભ એમ બે ભેદ છે.
૧૯૮ પ્ર. ઉચ્છ્વાસ નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી શ્વાસોચ્છ્વાસ લેવાય.
૧૯૯ પ્ર. ત્રસ નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી દ્વીન્દ્રિયાદિ જીવોમાં જન્મ
થાય.
૨૦૦ પ્ર. સ્થાવર નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી પૃથ્વીકાય, અપકાય,
તેજસકાય, વાયુકાય અને વનસ્પતિકાયમાં જન્મ થાય.
૨૦૧ પ્ર. પર્યાપ્તિકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી પોતપોતાના યોગ્ય પર્યાપ્તિ
પૂર્ણ થાય.
૨૦૨ પ્ર. પર્યાપ્તિ કોને કહે છે?
ઉ. આહારવર્ગણા, ભાષાવર્ગણા અને મનોવર્ગણાના
પરમાણુઓને શરીર – ઇન્દ્રિયાદિરૂપ પરિણમાવવાની શક્તિની
પૂર્ણતાને પર્યાપ્તિ કહે છે.
૨૦૩ પ્ર. પર્યાપ્તિના કેટલા ભેદ છે?
ઉ. છઃ – આહારપર્યાપ્તિ, શરીરપર્યાપ્તિ, ઇન્દ્રિય-
પર્યાપ્તિ, શ્વાસોચ્છ્વાસપર્યાપ્તિ, ભાષાપર્યાપ્તિ અને
મનઃપર્યાપ્તિ.
આહારપર્યાપ્તિ – આહારવર્ગણાના પરમાણુઓને
ખલ અને રસભાગરૂપ પરિણમાવવાના કારણભૂત જીવની
શક્તિની પૂર્ણતાને આહારપર્યાપ્તિ કહે છે.
શરીરપર્યાપ્તિ – જે પરમાણુઓને ખલરૂપ
પરિણમાવ્યા હતા. તેમના હાડ વગેરે કઠિન અવયવરૂપ અને
જેને રસ રૂપ પરિણમાવ્યા હતા, તેમના રુધિરાદિક દ્રવ્યરૂપ
૪૪ ][ અધ્યાયઃ ૨શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૪૫