Jain Siddhant Praveshika (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 27 of 110

 

background image
પરિણમાવવાના કારણભૂત જીવની શક્તિની પૂર્ણતાને
શરીરપર્યાપ્તિ કહે છે.
£ન્દ્રિયપર્યાપ્તિઆહારવર્ગણાના પરમાણુઓને
ઇન્દ્રિયોના આકારે પરિણમાવવાને તથા ઇન્દ્રિય દ્વારા વિષય
ગ્રહણ કરવાના કારણભૂત જીવની શક્તિની પૂર્ણતાને
ઇન્દ્રિયપર્યાપ્તિ કહે છે.
શ્વાસોચ્છ્વાસપર્યાપ્તિઆહારવર્ગણાના
પરમાણુઓને શ્વાસોચ્છ્વાસરૂપ પરિણમાવવાના કારણભૂત
જીવની શક્તિની પૂર્ણતાને શ્વાસોચ્છ્વાસપર્યાપ્તિ કહે છે.
ભાષાપર્યાપ્તિભાષાવર્ગણાના પરમાણુઓને
વચનરૂપ પરિણમાવવાના કારણભૂત જીવની શક્તિની
પૂર્ણતાને ભાષાપર્યાપ્તિ કહે છે.
મનઃપર્યાપ્તિમનોવર્ગણાના પરમાણુઓને
હૃદયસ્થાનમાં આઠ પાંખડીના કમલાકાર મનરૂપ
પરિણમાવવાને તથા તેમની દ્વારા યથાવત્ (જોઈએ તેવી
રીતે) વિચાર કરવાના કારણભૂત જીવની શક્તિની પૂર્ણતાને
મનઃપર્યાપ્તિ કહે છે.
એકેન્દ્રિય જીવોને ભાષાપર્યાપ્તિ અને મનઃપર્યાપ્તિ
સિવાય બાકીની ચાર પર્યાપ્તિ હોય છે.
દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, અને અસંજ્ઞી પંચેન્દ્રિય
જીવોને મનઃપર્યાપ્તિ સિવાયની બાકીની પાંચ પર્યાપ્તિ હોય
છે, અને સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને છએ પર્યાપ્તિ હોય છે. એ
સર્વ પર્યાપ્તિઓને પૂર્ણ થવાનો કાળ અંતર્મુહૂર્ત છે તથા એક
એમ એક પર્યાપ્તિનો કાળ પણ અંતર્મુહૂર્ત છે, અને સર્વ
પર્યાપ્તિનો કાળ મળીને પણ અંતર્મુહૂર્ત છે, અને પહેલેથી
બીજી સુધીનો તથા બીજીથી ત્રીજી સુધીનો એવી રીતે છઠ્ઠી
પર્યાપ્તિ સુધીનો કાળ ક્રમથી મોટા મોટા અંતર્મુહૂર્ત છે.
પોતપોતાને યોગ્ય પર્યાપ્તિઓનો પ્રારંભ તો એકદમ
થાય છે. પરંતુ પૂર્ણતા ક્રમથી થાય છે. જ્યાં સુધી કોઈ પણ
જીવની શરીરપર્યાપ્તિ પૂર્ણ તો થઈ ન હોય, પણ નિયમથી
પૂર્ણ થવાવાળી હોય, ત્યાં સુધી તે જીવને
નિર્વૃત્ત્યપર્યાપ્તક
કહે છે.
અને જેની શરીરપર્યાપ્તિ પૂર્ણ થઈ ગઈ હોય તેને
પર્યાપ્તક કહે છે. અને જેની એક પણ પર્યાપ્તિ પૂર્ણ થઈ
ન હોય તથા શ્વાસના અઢારમાં ભાગમાં જ મરણ થવાવાળું
હોય, તેને
લબ્ધયપર્યાપ્તક કહે છે.
૪૬ ][ અધ્યાયઃ ૨શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૪૭