Jain Siddhant Praveshika (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 28 of 110

 

background image
૨૦૪ પ્ર. અપર્યાપ્તિ નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી લબ્ધ્યપર્યાપ્તક અવસ્થા થાય,
તેને અપર્યાપ્તિ નામકર્મ કહે છે.
૨૦૫ પ્ર. પ્રત્યેક નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી એક શરીરનો એક સ્વામી
હોય, તેને પ્રત્યેક નામકર્મ કહે છે.
૨૦૬ પ્ર. સાધારણ નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી એક શરીરના અનેક જીવ
માલિક (સ્વામી) હોય, તેને સાધારણ નામકર્મ કહે છે.
૨૦૭ પ્ર. સ્થિર નામકર્મ અને અસ્થિર નામકર્મ કોને
કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી શરીરની ધાતુ અને ઉપધાતુ
પોતપોતાના ઠેકાણે રહે, તેને સ્થિર નામકર્મ કહે છે. અને
જે કર્મના ઉદયથી શરીરની ધાતુ અને ઉપધાતુ પોતપોતાને
ઠેકાણે ન રહે, તેને અસ્થિર નામકર્મ કહે છે.
૨૦૮ પ્ર. શુભ નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી શરીરના અવયવ સુંદર થાય,
તેને શુભ નામકર્મ કહે છે.
૨૦૯ પ્ર. અશુભ નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી શરીરના અવયવ સુંદર ન
થાય, તેને અશુભ નામકર્મ કહે છે.
૨૧૦ પ્ર. સુભગ નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી બીજા જીવો પોતાના ઉપર
પ્રીતિ કરે, તેને સુભગ નામકર્મ કહે છે.
૨૧૧ પ્ર. દુર્ભગ નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી બીજા જીવો પોતાની સાથે
દુશ્મની (વૈર) કરે, તેને દુર્ભગ નામકર્મ કહે છે.
૨૧૨ પ્ર. સુસ્વર નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી સુંદર મધુર સ્વર હોય, તેને
સુસ્વર નામકર્મ કહે છે.
૨૧૩ પ્ર. દુઃસ્વર નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી મધુર સ્વર ન હોય, તેને
દુઃસ્વર નામકર્મ કહે છે.
૪૮ ][ અધ્યાયઃ ૨શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૪૯