૨૨૬ પ્ર. પાપ કર્મ કોને કહે છે?
ઉ. જે જીવને અનિષ્ટ વસ્તુની પ્રાપ્તિ કરાવે.
૨૨૭ પ્ર. ઘાતિયા કર્મ કોને કહે છે?
ઉ. જે જીવના જ્ઞાનાદિક અનુજીવી ગુણોનો ઘાત
કરે, તેને ઘાતિયા કર્મ કહે છે.
૨૨૮ પ્ર. અઘાતિયા કર્મ કોને કહે છે?
ઉ. જે જીવના જ્ઞાનાદિક અનુજીવી ગુણોનો
ઘાત ન કરે, તેને અઘાતિયા કર્મ કહે છે.
૨૨૯ પ્ર. સર્વઘાતિ કર્મ કોને કહે છે?
ઉ. જે જીવના અનુજીવી ગુણોનો સર્વ પ્રકારે
ઘાત કરે, તેને સર્વઘાતિ કર્મ કહે છે.
૨૩૦ પ્ર. દેશઘાતિકર્મ કોને કહે છે?
ઉ. જે જીવના અનુજીવી ગુણોનો એકદેશ
ઘાત કરે, તેને દેશઘાતિ કર્મ કહે છે.
૨૩૧ પ્ર. જીવવિપાકી કર્મ કોને કહે છે?
ઉ. જેનું ફળ જીવમાં હોય.
૨૩૨ પ્ર. પુદ્ગલવિપાકી કર્મ કોને કહે છે?
ઉ. જે કર્મનું ફળ પુદ્ગલમાં (શરીરમાં) થાય.
૨૩૩ પ્ર. ભવવિપાકી કર્મ કોને કહે છે?
ઉ. જેના ફળથી જીવ સંસારમાં રોકાય.
૨૩૪ પ્ર. ક્ષેત્રવિપાકી કર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ફળથી વિગ્રહ ગતિમાં જીવનો આકાર
પહેલાના જેવો બનેલો રહે.
૨૩૫ પ્ર. વિગ્રહ ગતિ કોને કહે છે?
ઉ. એક શરીરને છોડીને બીજું શરીર ગ્રહણ કરવાને
માટે જીવનું જવું, તેને વિગ્રહગતિ કહે છે.
૨૩૬ પ્ર. ઘાતિ કર્મ કેટલાં અને ક્યા ક્યા છે?
ઉ. સુડતાલીસ (૪૭) છેઃ – જ્ઞાનાવરણ ૫,
દર્શનાવરણ ૯, મોહનીય ૨૮ અને અંતરાય ૫, એ પ્રમાણે
૪૭ છે.
૨૩૭ પ્ર. અઘાતિ કર્મ કેટલાં અને ક્યા ક્યા છે?
ઉ. એકસો એક (૧૦૧) છેઃ – વેદનીય ૨, આયુ
૫૨ ][ અધ્યાયઃ ૨શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૫૩