૪, નામકર્મ ૯૩ અને ગોત્ર ૨, એ પ્રમાણે ૧૦૧ છે.
૨૩૮ પ્ર. સર્વઘાતિ પ્રકૃતિ કેટલી અને કઈ કઈ છે?
ઉ. એકવીશ (૨૧) છેઃ જ્ઞાનાવરણની ૧
(કેવળજ્ઞાનાવરણ), દર્શનાવરણની ૬, (કેવળ દર્શનાવરણ ૧
અને નિદ્રા ૫, નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલાપ્રચલા અને
સ્ત્યાનગૃદ્ધિ), મોહનીયની ૧૪ (અનંતાનુબંધી ૪,
અપ્રત્યાખ્યાનાવરણ ૪, પ્રત્યાખ્યાનાવરણ ૪, મિથ્યાત્વ ૧
અને સમ્યગ્મિથ્યાત્વ ૧) એ પ્રમાણે ૨૧ પ્રકૃતિ છે.
૨૩૯ પ્ર. દેશઘાતિ પ્રકૃતિ કેટલી અને કઈ કઈ છે?
ઉ. છવ્વીસ (૨૬) છેઃ – જ્ઞાનાવરણની ૪ (મતિ-
જ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ અને
મનઃપર્યયજ્ઞાનાવરણ), દર્શનાવરણની ૩. (ચક્ષુદર્શનાવરણ,
અવધિદર્શનાવરણ) અચક્ષુર્દર્શનાવરણ મોહનીયની ૧૪
(સંજ્વલન ૪, નોકષાય ૯ અને સમ્યક્ત્વ ૧), અંતરાયની
૫ – એ પ્રમાણે છવ્વીસ છે.
૨૪૦ પ્ર. ક્ષેત્રવિપાકી પ્રકૃતિ કેટલી અને કઈ કઈ છે?
ઉ. ચાર છેઃ – નરકગત્યાનુપૂર્વી, તિર્યગ્ગત્યાનુપૂર્વી,
મનુષ્યગત્યાનુપૂર્વી અને દેવગત્યાનુપૂર્વી એ ચાર છે.
૨૪૧ પ્ર. ભવવિપાકી પ્રકૃતિ કેટલી અને કઈ કઈ
છે?
ઉ. ચાર છેઃ – નરકાયુ, તિર્યંચાયુ, મનુષ્યાયુ અને
દેવાયુ.
૨૪૨ પ્ર. જીવવિપાકી પ્રકૃતિ કેટલી અને કઈ કઈ છે?
ઉ. ઇઠ્ઠયોતેર (૭૮) છેઃ – ઘાતિકર્મની ૪૭,
ગોત્રની ૨, વેદનીયની ૨ અને નામકર્મની ૨૭ (તીર્થંકર
પ્રકૃતિ, ઉચ્છ્વાસ, બાદર, સૂક્ષ્મ, પર્યાપ્તિ, અપર્યાપ્તિ,
સુસ્વર, દુઃસ્વર, આદેય, અનાદેય, યશઃકીર્તિ,
અપયશઃકીર્તિ, ત્રસ, સ્થાવર, પ્રશસ્ત – વિહાયોગતિ,
અપ્રશસ્ત વિહાયોગતિ, સુભગ, દુર્ભગ, ગતિ ૪, જાતિ ૫)
એ સર્વ મળીને ૭૮ પ્રકૃતિ છે.
૨૪૩ પ્ર. પુદ્ગલવિપાકી પ્રકૃતિ કેટલી અને કઈ કઈ
છે?
ઉ. બાસઠ છેઃ – (સર્વપ્રકૃતિ ૧૪૮માંથી ક્ષેત્રવિપાકી
૪, ભવવિપાકી ૪, જીવવિપાકી ૭૮ એવી રીતે સર્વ મળીને
૫૪ ][ અધ્યાયઃ ૨શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૫૫