૮૬ પ્રકૃતિ બાદ કરવાથી બાકી રહી ૬૨ પ્રકૃતિ તે પુદ્ગલ
વિપાકી છે.)
૨૪૪ પ્ર. પાપ પ્રકૃતિ કેટલી અને કઈ કઈ છે?
ઉ. સો (૧૦૦) છેઃ – ઘાતિયા પ્રકૃતિ ૪૭, અશાતા
વેદનીય ૧, નીચગોત્ર ૧, નરકાયુ ૧ અને નામકર્મની ૫૦
(નરકગતિ ૧, નરકગત્યાનુપૂર્વી ૧, તિર્યગ્ગતિ ૧,
તિર્યગ્ગત્યાનુપૂર્વી ૧, જાતિમાંથી આદિની ૪, સંસ્થાનના
અન્તની ૫, સંહનન અન્તની ૫, સ્પર્શાદિક ૨૦, ઉપઘાત
૧, અપ્રશસ્ત વિહાયોગતિ ૧, સ્થાવર ૧, સૂક્ષ્મ ૧,
અપર્યાપ્તિ ૧, અનાદેય ૧, અપયશઃકીર્તિ ૧, અશુભ ૧,
દુર્ભગ ૧, દુઃસ્વર ૧, અસ્થિર ૧, સાધારણ ૧) એ સર્વ
મળીને ૧૦૦ પાપ પ્રકૃતિ છે.
૨૪૫ પ્ર. પુણ્ય પ્રકૃતિ કેટલી અને કઈ કઈ છે?
ઉ. અડસઠ (૬૮) છેઃ – કર્મની સમસ્ત પ્રકૃતિ
૧૪૮ છે, જેમાંથી ૧૦૦ પાપ પ્રકૃતિ બાદ કરવાથી બાકી
રહેલ ૪૮ પ્રકૃતિ અને નામકર્મની સ્પર્શાદિ ૨૦ પ્રકૃતિ,
પુણ્ય અને પાપ એ બંનેમાં ગણાય છે; કેમકે તે વીશે (૨૦)
પ્રકૃતિ સ્પર્શાદિ કોઈને ઇષ્ટ અને કોઈને અનિષ્ટ હોય છે.
તે માટે ૪૮માં સ્પર્શાદિ ૨૦ પ્રકૃતિ મેળવવાથી ૬૮ પુણ્ય
પ્રકૃતિ થાય છે.
૨૪૬ પ્ર. સ્થિતિબંધ કોને કહે છે?
ઉ. કર્મોમાં આત્માની સાથે રહેવાની મર્યાદાનું પડવું
તેને.
૨૪૭ પ્ર. આઠે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી કેટલી
છે?
ઉ. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, અંતરાય, એ
ચારે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ ત્રીસ ક્રોડાક્રોડી સાગરની
છે, મોહનીય કર્મની સિત્તેર ક્રોડાક્રોડી સાગરની છે.
નામકર્મની અને ગોત્રકર્મની વીશ વીશ (૨૦) ક્રોડાક્રોડી
સાગરની છે અને આયુકર્મની તેત્રીસ (૩૩) સાગરની છે.
૨૪૮ પ્ર. આઠે કર્મોની જઘન્ય સ્થિતિ કેટલી કેટલી
છે?
ઉ. વેદનીય કર્મની બાર (૧૨) મુહૂર્ત, નામ તથા
ગોત્રકર્મની આઠ (૮) મુહૂર્તની અને બાકીનાં સમસ્ત કર્મોની
અંતર્મુહૂર્તની જઘન્ય સ્થિતિ છે.
૫૬ ][ અધ્યાયઃ ૨શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૫૭