૨૪૯ પ્ર. ક્રોડાક્રોડી કોને કહે છે?
ઉ. એક કરોડ ને એક કરોડે ગુણવાથી જે સંખ્યા
થાય, તેને એક ક્રોડાક્રોડી કહે છે.
૨૫૦ પ્ર. સાગર કોને કહે છે?
ઉ. દશ ક્રોડાક્રોડી અદ્ધાપલ્યોનો એક સાગર થાય છે.
૨૫૧ પ્ર. અદ્ધાપલ્ય કોને કહે છે?
ઉ. બે હજાર કોશ ઊંડો અને બે હજાર કોશ
પહોળા એવા ગોળ ખાડામાં, જેનો કાતરથી બીજો ભાગ ન
થઈ શકે એવા ઘેટાંના વાળોને ભરવા. પછી જેટલા વાળ
તેમાં સમાય, તેમાંથી એક એક વાળ સો – સો વર્ષે બહાર
કાઢવો; જેટલા વર્ષોમાં તે સર્વે વાળ નીકળી જાય તેટલા
વર્ષોના જેટલા સમય થાય તેને વ્યવહારપલ્ય કહે છે.
વ્યવહારપલ્યથી અસંખ્યાતગુણો ઉદ્ધારપલ્ય થાય છે અને
ઉદ્ધારપલ્યથી અસંખ્યાતગુણો અદ્ધાપલ્ય થાય છે.
૨૫૨ પ્ર. મુહૂર્ત કોને કહે છે?
ઉ. અડતાલીસ (૪૮) મિનિટનો એક મુહૂર્ત થાય
છે.
૨૫૩ પ્ર. અંતર્મુહૂર્ત કોને કહે છે?
ઉ. આવલીથી ઉપર અને મુહૂર્તથી નીચેના કાળને
અન્તર્મુહૂર્ત કહે છે.
૨૫૪. પ્ર. આવલી કોને કહે છે?
ઉ. એક શ્વાસમાં સંખ્યાત આવલી થાય છે.
૨૫૫ પ્ર. શ્વાસોચ્છ્વાસ કાળ કોને કહે છે?
ઉ. નીરોગી પુરુષની નાડીના એકવાર ચાલવાને
શ્વાસોચ્છ્વાસ કાળ કહે છે.
૨૫૬ પ્ર. એક મુહૂર્તમાં કેટલા શ્વાસોચ્છ્વાસ થાય છે?
ઉ. એક મુહૂર્તમાં ત્રણ હજાર સાતસો તોંતેર
(૩૭૭૩) શ્વાસોચ્છ્વાસ થાય છે.
૨૫૭ પ્ર. અનુભાગબંધ કોને કહે છે?
ઉ. ફળ દેવાની શક્તિની હીનાધિકતાને
અનુભાગબંધ કહે છે.
૨૫૮ પ્ર. પ્રદેશબંધ કોને કહે છે?
ઉ. બંધ થવાવાળા કર્મોની સંખ્યાના નિર્ણયને
પ્રદેશબંધ કહે છે.
૫૮ ][ અધ્યાયઃ ૨શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૫૯