૨૫૯ પ્ર. ઉદય કોને કહે છે?
ઉ. સ્થિતિને પૂરી કરીને કર્મોના ફલ આપવાને ઉદય
કહે છે.
૨૬૦ પ્ર. ઉદીરણા કોને કહે છે?
ઉ. સ્થિતિ પૂરી કર્યા વિના જ કર્મનાં ફળ આવવાને
ઉદીરણા કહે છે.
૨૬૧ પ્ર. ઉપશમ કોને કહે છે?
ઉ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના નિમિત્તથી કર્મની
શક્તિની અનુદ્ભૂતિને ઉપશમ કહે છે.
૨૬૨ પ્ર. ઉપશમના કેટલા ભેદ છે?
ઉ. બે છેઃ – અંતઃકરણરૂપ ઉપશમ અને
સદવસ્થારૂપ ઉપશમ.
૨૬૩ પ્ર. અંતઃકરણરૂપ ઉપશમ કોને કહે છે?
ઉ. આગામી કાળમાં ઉદય આવવા યોગ્ય કર્મના
પરમાણુઓને આગળ – પાછળ ઉદય આવવા યોગ્ય કરવાં,
તેને અંતઃકરણરૂપ ઉપશમ કહે છે.
૨૬૪ પ્ર. સદવસ્થારૂપ ઉપશમ કોને કહે છે?
ઉ. વર્તમાન સમયને છોડીને આગામી કાળમાં ઉદય
આવવાવાળાં કર્મોનું સત્તામાં રહેવું તેને સદવસ્થારૂપ ઉપશમ
કહે છે.
૨૬૫ પ્ર. ક્ષય કોને કહે છે?
ઉ. કર્મની આત્યંતિક નિવૃત્તિને ક્ષય કહે છે.
૨૬૬ પ્ર. ક્ષયોપશમ કોને કહે છે?
ઉ. વર્તમાન નિષેકમાં સર્વઘાતી સ્પર્દ્ધકોનો
ઉદયાભાવી ક્ષય તથા દેશઘાતી સ્પર્દ્ધકોનો ઉદય અને
આગામી કાળમાં ઉદય આવવાવાળા નિષેકોનો સદવસ્થારૂપ
ઉપશમ એવી કર્મની અવસ્થાને ક્ષયોપશમ કહે છે.
૨૬૭ પ્ર. નિષેક કોને કહે છે?
ઉ. એક સમયમાં કર્મના જેટલાં પરમાણુઓ
ઉદયમાં આવે તે સર્વના સમૂહને નિષેક કહે છે.
૨૬૮ પ્ર. સ્પર્દ્ધક કોને કહે છે?
ઉ. વર્ગણાઓના સમૂહને સ્પર્દ્ધક કહે છે.
૬૦ ][ અધ્યાયઃ ૨શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૬૧