Jain Siddhant Praveshika (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 35 of 110

 

background image
૨૬૯ પ્ર. વર્ગણા કોને કહે છે?
ઉ. વર્ગોના સમૂહને વર્ગણા કહે છે.
૨૭૦ પ્ર. વર્ગ કોને કહે છે?
ઉ. સમાન અવિભાગપ્રતિચ્છેદોના ધારક પ્રત્યેક
કર્મપરમાણુને વર્ગ કહે છે.
૨૭૧ પ્ર. અવિભાગપ્રતિચ્છેદ કોને કહે છે?
ઉ. શક્તિના અવિભાગી અંશને અવિભાગપ્રતિચ્છેદ
કહે છે. અથવા જેનો બીજો ભાગ થઈ શકે નહિ તેવા અંશને
અવિભાગપ્રતિચ્છેદ કહે છે.
૨૭૨ પ્ર. આ પ્રકરણમાં ‘‘શક્તિ’’ શબ્દથી કઈ
શક્તિ ઇષ્ટ છે?
ઉ. અહીં શક્તિ શબ્દથી કર્મોની અનુભાગરૂપ
અર્થાત્ ફળ આપવાની શક્તિ ઇષ્ટ છે.
૨૭૩ પ્ર. ઉદયાભાવી ક્ષય કોને કહે છે?
ઉ. ફળ આપ્યા વિના આત્માથી કર્મના સંબંધ
છૂટવાને ઉદયાભાવી ક્ષય કહે છે.
૨૭૪ પ્ર. ઉત્કર્ષણ કોને કહે છે?
ઉ. કર્મોની સ્થિતિ તથા અનુભાગના વધી જવાને
ઉત્કર્ષણ કહે છે.
૨૭૫ પ્ર. અપકર્ષણ કોને કહે છે?
ઉ. કર્મોની સ્થિતિ તથા અનુભાગના ઘટી જવાને
અપકર્ષણ કહે છે.
૨૭૬ પ્ર. સંક્રમણ કોને કહે છે?
ઉ. કોઈ પણ કર્મના સજાતીય એક ભેદને બીજા
ભેદરૂપ થઈ જવાને સંક્રમણ કહે છે.
૨૭૭ પ્ર. સમયપ્રબદ્ધ કોને કહે છે?
ઉ. એક સમયમાં જેટલા કર્મપરમાણુ અને
નોકર્મપરમાણુ બંધાય, તે સર્વને સમયપ્રબદ્ધ કહે છે.
૨૭૮ પ્ર. ગુણહાનિ કોને કહે છે?
ઉ. ગુણાકારરૂપ હીન હીન (ઓછું ઓછું) દ્રવ્ય
જેમાં જણાય, તેને ગુણહાનિ કહે છે. જેમકેકોઈ જીવે એક
સમયમાં ૬૩૦૦ પરમાણુઓના સમૂહરૂપ સમય પ્રબદ્ધનો
બંધ કર્યો અને તેમાં ૪૮ સમયની સ્થિતિ પડી, તેમાં
૬૨ ][ અધ્યાયઃ ૨શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૬૩