ગુણહાનિઓના સમૂહરૂપ નાના ગુણહાનિ ૬, તેમાંથી પ્રથમ
ગુણહાનિના પરમાણુ ૩૨૦૦, બીજી ગુણહાનિના પરમાણુ
૧૬૦૦, ત્રીજી ગુણહાનિના પરમાણુ ૮૦૦, ચોથી
ગુણહાનિના પરમાણુ ૪૦૦, પાંચમી ગુણહાનિના પરમાણુ
૨૦૦ અને છઠ્ઠી ગુણહાનિના પરમાણુ ૧૦૦ છે. અહીં
ઉત્તરોત્તર ગુણહાનિઓમાં ગુણાકારરૂપ હીન હીન
પરમાણુ(દ્રવ્ય) પ્રાપ્ત થાય છે. તેથી તેને ગુણહાનિ કહે છે.
૨૭૯ પ્ર. ગુણહાનિ આયામ કોને કહે છે?
ઉ. એક ગુણહાનિના સમયના સમૂહને ગુણહાનિ
આયામ કહે છે. જેમકે – ઉપરના દ્રષ્ટાંતમાં ૪૮ સમયની
સ્થિતિમાં ૬ ગુણહાનિ હતી, તો ૪૮ ને ૬ એ ભાગવાથી
પ્રત્યેક ગુણહાનિનું પરિમાણ ૮ આવ્યું, તે જ ગુણહાનિ
આયામ કહેવાય છે.
૨૮૦ પ્ર. નાના ગુણહાનિ કોને કહે છે?
ઉ. ગુણહાનિઓના સમૂહને નાના ગુણહાનિ કહે
છે. જેમકે – ઉપરના દ્રષ્ટાન્તમાં આઠ આઠ સમયની છ
ગુણહાનિ છે, તે જ છ સંખ્યા નાના ગુણહાનિનું પરિમાણ
જાણવું.
૨૮૧ પ્ર. અન્યોન્યાભ્યસ્તરાશિ કોને કહે છે?
ઉ. નાનાગુણહાનિપ્રમાણ બમણું માંડીને પરસ્પર
ગુણાકાર કરવાથી જે ગુણનફળ (ગુણાકાર) થાય, તેને
અન્યોન્યાભ્યસ્તરાશિ કહે છે. જેમકે – ઉપરના દ્રષ્ટાંતમાં બે
છ વાર માંડીને પરસ્પર ગુણવાથી ૬૪ થાય છે, તે જ
અન્યોન્યાભ્યસ્તરાશિનું પરિમાણ જાણવું.
૨૮૨ પ્ર. અંતિમ ગુણહાનિનું પરિમાણ કેવી રીતે
કાઢવું?
ઉ. એક ઓછા અન્યોન્યાભ્યસ્તરાશિનો ભાગ
સમયપ્રબદ્ધમાં મૂકવાથી અંતિમ ગુણહાનિના દ્રવ્યનું પરિમાણ
નીકળે છે. જેમકે – ૬૩૦૦માં એક ઓછા ૬૪નો ભાગ
દેવાથી જે ૧૦૦ પ્રાપ્ત થયા, તે જ અંતિમ ગુણહાનિનું દ્રવ્ય
છે.
૨૮૩ પ્ર. અન્યગુણહાનિઓના દ્રવ્યનું પરિમાણ કેવી
રીતે કાઢવું જોઈએ?
ઉ. અંતિમ ગુણહાનિના દ્રવ્યને પ્રથમ ગુણહાનિ
પર્યંત બમણા બમણા કરવાથી અન્યગુણહાનિઓના દ્રવ્યનું
૬૪ ][ અધ્યાયઃ ૨શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૬૫